પૃષ્ઠ:Veranman.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ ડ વાં ગ ડું
 


હીંગાષ્ટકની કાકડી ગળા હેઠળ માંડ માંડ ઉતારીને પછી હું બિછાનામાં પડ્યો. વર્ષભરના વાઙમયનું મારું અવલોકન ગુજરાતની રદ્દીમાં રદ્દી એક પણ ચોપડીને ચુક્યું નથી એની મને ખાતરી હતી. તેથી મને થાકની તેમ જ સંતોષની ઊંઘ આવતી હતી, પણ એક તો હું વિવેચક રહ્યો એટલે અપચો અને બાદી મારાં નિત્યનાં વહાલસોયાં કુટુંબીઓ છે. ને બીજું આજે મારા અવલોકનની તારીફ સાંભળીને પ્રોફેસર શંખે મને જમવા નોતરી જરા આગ્રહભેર પત્રવેલીઆં જમાડેલાં, તેથી મારે હીંગાષ્ટકની ફાકી જરા મોટી લેવી પડેલી પરિણામે ગડબડાટ કંઈ વહેલો શરૂ થઈ ગયો. શાંત ગગનમાં આષાડની વાદળી ચઢે તેમ મારા જઠરમાં આાફરી ચઢી. અને એકાદ કલાકની નીંદ પછી મને લાગ્યું કે મારા ઓરડામાં કશીક ફડાફડી થઈ રહી છે. આ શું? આ પક્ષીઓ ક્યાંથી?

થોકેથોક પક્ષીઓ: સફેદ, ગુલાબી, આછાં પીળાં, વાદળી,