પૃષ્ઠ:Veranman.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
વેરાનમાં
 


“અત્યુક્તિ મ કર. એ કામ અમો માટે જ રહેવા દે. અમોને માત્ર 'છાપાં' કહીને બોલાવ.”

“વારૂ ! કૃપા કરીને બેસો. સ્વસ્થ થાઓ.”

“સ્વસ્થ ! 'અમો' સ્વસ્થ ! 'અમો' ને અને સ્વસ્થતાને શો સંબંધ ! અમે સ્વસ્થ થશું તો જગતનું શું થશે !"

“તો છો ને કુદાકુદ કરો. ફરમાવો, અત્યારે આપને સર્વને કંદોઈની, ગાંધીની, ભઠીઆારાની, ઈત્યાદિ દુકાનોની સુખશય્યા છોડીને શા માટે મુજ રંક ગૃહે ઊતરવું પડ્યું છે ?”

“૧૯૩...ના વાઙ્મયમાં તેં અમોને કેમ નથી સંભાર્યાં !"

“પણ મુરબ્બીઓ ! તમારે ને વાઙ્મયને શું લાગે વળગે ?”

એક ડાઘીઆ જેવું છાપું બોલી ઊઠ્યું: “ચીંથરા જેવી ચાર પાનાંની બાઈન્ડીંગ કરેલ ચોપડી તે વાઙ્મય, અમારાં લખાણોમાંથી ઊઠીને પુસ્તકાકારે પ્રગટ થનાર કચરાપટ્ટી થોથું તે વાઙ્મય, ને અમો શું તરોજનાં અધશેરીઆં થોથાં લખી લખી જખ મારીએ છીએ ! ”

“માફ કરજો–”

“ચુ—પ ! વારંવાર માફી માગવાનું અમો માટે રહેવા દે.”

“વારૂ વારૂ ! પણ જુઓને ભાઈ, તમારું આયુષ્ય જ કાં સાંજ સુધીનું, બહુ તો સાત દા’ડાનું, ને બહુ બહુ તો એક