પૃષ્ઠ:Veranman.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.તણખો ક્યાં હતો?
 


ગત માનતું હતું કે એ દેશની વાણી મરી ગઈ છે. સાહિત્યની લેખિની પર ચડી શકે તેવી ભાષા એ દેશની કને હોઈ જ ન શકે ! – એ તો ભૂતકાળમાં “હતી !”

એ માન્યતાને ઉથલાવી પાડવા અને પોતાની માતૃભાપાના પુનરુત્થાનનો પડો વજાડવા એક માણસ ઊભો થયો. એનું નામ ઓટો પીક: માતૃભૂમિ ઝેકોસ્લોવેકીઆ; માતૃભાષા ઝેક સાહિત્યની.

કૈંક વર્ષો સુધી એણે દરિયાપારના દેશો ખેડ્યા, પોતાની ભાષાનું નવતર સાહિત્ય દેખાડ્યું, ને ઢોલ પીટ્યો કે “ જુઓ, 'એ તો હતી' એમ નહિ; એ તો આ રહી; જીવતી જાગતી અને નવસમૃદ્ધિવંતી.”

ખરું છે કે પૂરી બે સદીઓ સુધી એક ભાષા ખતમ બનીને દફનાઈ ચૂકી હતી. ૧૬૨૧ ના કોઈ યુરોપી યુદ્ધમાં એ ઝેક નામની સારી પ્રજા જ નકશા પરથી ભુસાઈ ગઈ. ઈતિહાસે એના નામ ઉપર ધૂળ વાળી દીધી. જે રાષ્ટ્ર હતો