પૃષ્ઠ:Veranman.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
વેરાનમાં
 


“પણ તમારી અટારીને નીચલે મજલે - અથવા તમારા માથા ઉપર - પણ કોઈક છે. એટલું હું તમને યાદ આપવા આવ્યો છું. તમારી નીચે એક આખી દુનિયા જીવતી પડેલી છે.”

જેમ જેમ એ બોલતો ગયે તેમ તેમ એ મહાકાય બનતો ગયો. એના પગની એડી જાણે કોઈ માનવાત્માઓના ઢગલા ઉપર ચંપાવા લાગી.

એણે ચલાવ્યું:

“હું એક કીડો છું, કે જે નરકમાંથી નીકળી આવે છે. ઠાકોર-બાંધવો ! તમે સમર્થો ને ધનિકો છો. એ સામર્થ્ય અને સંપત્તિ જ તમારા નાશની સુરંગો છે. તમે અંધારી રાતનો લાભ ઉઠાવો છો. પણ સાવધાન ! પ્રભાત સર્વશક્તિવતું છે. એ આવે છે; નહિ, એ આવી ચુક્યું છે. એનો સૂરજ ઉગે છે. એને ગગનમાં ચડતો કોણ રોકશે ?"

“એ છે માનવ - અધિકારનો સૂર્ય. તમે છો સત્તાના નિશાચરો. હવે કંપજો. ઘરનો સાચો ધણી બારણું ઠોકે છે. હું તમને ચેતવવા આવ્યો છું. તમારાં સુખ સામે તહોમત પુકારવા ઊભો છું. એ સુખ તમે તમારા પાડોશીના દુ:ખમાંથી વણી લીધું છે.

[3]

“તમારી પાસેનું સર્વસ્વ તમે અન્યની પાસેનાં ચીંથરાંમાંથી ઉપજાવેલ છે. સમર્થો ! હું તો છું આશા હારી ચુકેલો