પૃષ્ઠ:Veranman.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું કોણ છું ?
૨૧
 

વકીલઃ હાર્યા પક્ષની હિમાયત કરું છું હું: પણ હજુ અપીલ બાકી છે, ઉપલી અદાલતમાં એ પક્ષની જ જીત સમજજો.

“હું તો અવાજ માત્ર છું. માનવજાતિ એક મુખ છે. હું એની ચીસ છું. એ ચીસ નહિ સાંભળો ને ક્યાં જશો ?"

“મારે જે કહેવું છે તેનો બોજો મને ચગદી રહેલ છે. હું ક્યાંથી શરૂ કરું ? ખબર નથી પડતી. દુઃખોની ગાંસડીઓમાં શી ગોઠવણ હોઈ શકે ? તમારી કને એમ ને એમ ઠાલવું છું."

“તમે અજાયબ થયા છો ? હું પણ ચકિત થયો છું. કાલે હું નટડો હતો, આજે ઠાકોર છું. કેવી લીલા ! કોની લીલા અગમની."

“ઠાકોરો ! આ વિરાટ ધરતીના ફક્ત પ્રકાશને જ તમે જોઈ શકો છે. પણ માનજો, એમાં પડછાયા પણ પડેલા છે. તમે મને અમૂક ઠકરાતનો રાજરાણો કહો છો, પણ મારું ખરૂં નામ તો છે, મિસ્કિન નટડો ગ્વાઈનપ્લેન !"

“હું અમીરજાદો જન્મ્યો હતો. પણ તમારા મર્હુમ રાજાએ મારા પ્રજાપક્ષી પિતાને દેશવટે પતાવી દીધો. એ જ રાજાએ મને પતાવવા રૂ. દોઢસોમાં વિદેશીઓને હાથ વચ્યો. તમે મને રાજશતરંજનું રમકડું બનાવ્યો. રાજાની રાજલીલાએ મને સંસારની ઊંડી ખાઈમાં ધકેલી દીધો. શા માટે ? એ અતલ ઊંડાણનો તાગ લઈ આવવા માટે હું તળીએ ગયો હતો. ત્યાંથી સત્યનું મોતી લાવ્યો છું.