પૃષ્ઠ:Veranman.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
વેરાનમાં
 


“હું બોલું છું. કેમકે હું જાણું છું. મેં જોયું છે, અનુભવ્યું પણ છે:– અને દુઃ:ખ એ માત્ર બોલી નાખવાનો શબ્દ નથી, ચતુર જબાનનું થુંક નથી, ઓ સુખી લોકો !"

[૪]

"હું અહીં નહોતો આવતો. મારૂં હૃદય અહીં નથી, બીજે ઠેકાણે છે, મારું કર્તવ્ય મને બીજે સ્થળેથી બોલાવે છે."

બોલતાં બોલતાં એની આાંખની કીકીઓમાં જાણે એક બજાણીઆ – ગાડીની અંદર બેઠેલી એક આાંધળી કુમારિકા તરવરતી હતી. એના શરીર પર એ આાંધળી પ્રિયતમાના હાથ જાણે ફરતા હતા; જે આાંધળીને એણે એની છ મહિનાની ઉંમરે મુએલી માતાનાં સ્તનો ચૂસતી એક બરફના દાટણ તળેથી ઉપાડેલી હતી.

“પણ હું તમને કહેવા આવ્યો છું. કે તમે જે દુનિયાના માનવીઓ હોવાનો દાવો કરો છે, તે દુનિયા વિશે તમે કશું જાણતા જ નથી. હું તમને કહીશ કે એ દુનિયા કેવી છે. મને એનો પૂરો અનુભવ મળ્યો છે. તમારા બુટની એડી તળે ચેપાતો ચેપાતો માંડ માંડ સરકીને હું બહાર આવ્યો છું. તમારા બુટની એ એડીનું વજન કેટલું છે તે હું તમને કહી શકીશ."

'એક રાત્રિયે, એક તોફાનભરી રાત્રિયે એક નિરાધાર નાનું બાળ બની, અનંત સૃષ્ટિની અંદર એકાકી અને નમાયો