પૃષ્ઠ:Veranman.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
વેરાનમાં
 


“મા !......મા !” માને ખોળે ઢળીને મેં કહ્યું: “મારા પેટમાં...બાળક છે.”

મા સળવળી. મને ખોળામાંથી ઉતારી ચાલી ગઈ. બીજા એરડામાંથી સંભળાવ્યું: “તને ફાવે તે કરજે બાઈ ! પણ ખબરદાર અહીં મારી નજરે ન કરતી તારું......”

*

મને સાંભર્યું : માએ નાનાભાઈને પણ એકવાર એમજ કહેલું: બાવળી કુતરી વીંઆઈ તે દા’ડેઃ નાનોભાઈ મા કને દોડ્યો’તો “મા ! મા ! બાવળીને છ કુરકુરિયાં આવ્યાં છે મા ! શેરો કરી દે."

“ખબરદાર !” માએ કહેલું: “તારાં કુરકૃરિયાનું તને ફાવે તે કરજે. મારી નજરથી વેગળાં રાખજે, નીકર...”

નાનો ભાઈ બાવળી કને ગયેલો. છ કુરકુરિયાંને ઢાંકીને બાવળી બેઠી’તી. બાવળીની આંખોમાં આજીજી હતી: નાનાભાઈ બહુ ભૂખી છું હો !

નાનાભાઈએ છ કરકુરિયાંને ઉપાડ્યાં, એક કોથળામાં ભર્યાં. તળાવે ગયો, કોથળો પાણીમાં પધરાવ્યો. ઊભો ઊભો રડ્યો’તો.

મને એ સાંભર્યું – હું માની વાત સમજી.

[૨]

ગામડામાં એ પાપ-કર્મ પતાવવું અઘરૂં હતું. માબાપની ફજેતી થાય ! પાછી હું શહેરમાં ચાલી ગઈ.