પૃષ્ઠ:Veranman.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
વેરાનમાં
 


મારા શરીરની અંદર જાણે કશુંક સળવળ્યું; કશુંક જીવન, નવું જીવન, મારાથી ભિન્ન કોઈ જીવાત્મા: અંદર લપાએલું કોઈક જાગે છે. જાણે ભિન્ન છતાંયે કોઈક મારું પોતાનું. મારાજ જીવનનો તેજ-અંશ !

હું ઓરડાના ખુણામાં દોડી ગઈ. લપાઈને બેઠી. મને પકડવા આવતી કોઈક ભૂતાવળથી બચવા જાણે હું એ મારા ભીતરમાં સળવળતા માનવીની આડશ કરીને બેઠી. એ જીવાત્માએ જાણે મને એની ગોદમાં લીધી. કહ્યું “મા ! મા ! ડરીશ ના ! હું જાગુ છું."

[3]

"મા !મા ! ભય નથી. હું જાણું છું.”

મારા મનના ઉંડાણમાંથી કોઈનો અવાજ આવતો હતો. પણ મારાં કલ્પના-ચક્ષુઓ સામે એક ટોળું ઊભું હતું. ટોળાના હાથમાં રસી હતી, લાકડીઓ હતી, છુરીઓ હતી, ઝેરની પડીકીઓ હતી.

ટોળું બોલતું હતું, ઈજ્જત જશે ! કલંક લાગશે ! ખલ્લાસ કર.

ટોળામાં કોણ કોણ હતાં ? મારાં કુટુંબીઓ, મારી ન્યાત, મારા ધર્મગુરુ... ઘણા ઘણા વિકરાળ ચહેરા. અને ઓહ !... મારી બા પણ.

પણ તે સહુની પાછળ અમારી બાવળી કુતરી ઊભેલી : બાવળી મને કહેતી’તી જાણે: “નહિ હો બેન નહિ ! બહુ ભયાનક છે એ...”

*