પૃષ્ઠ:Veranman.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-વાટ
૨૯
 

હું ઝબકી ઊઠી. કોઈક મને ઢંઢોળી રહ્યું હતું. “...બહેન ! ઓ...બહેન ! આ તે શું થયું છે તમને ? આમ બાઘા જેવાં કેમ બની ગયાં છો ?”

એ હતી મારી સહવિદ્યાrથીની. મેં એને મારા ગર્ભની વાત કરી.

“અરે વાહ રે વાહ !” એ તો દંગ બની ગઈ : “બાલક ! ઓહો, કેવું સરસ ! કેવી મોટી વાત ! એમાં તમે રડો છો શીદ પણ ?”

હર્ષાવેશમાં એ તો દોડી. ધબધબ મેડાનાં પગથીઆાં પર કુદતી ગઈ: “ઓ...બહેન ! ઓ...બહેન ! બહાર આવો જલદી. એક સરસ નવી વાત કરું.”

“શી સરસ વાત ?" બીજી સહવિદ્યાર્થીંની બહાર આવી.

“....બહેનને તો બાળક છે !”

“બાળક ! ક્યાં છે ? સાચે જ ? પણ ક્યાં છે ? હેં...બહેન ! સાચેસાચ ? kયાં છે ? બતાવો તો !” કહેતી એ બીજી પણ મારી કને દોડી આવી.

“હવે ભૈ !” પહેલી સખીએ એ બીજીને રોકી: “એ તો છે, પણ હજુ તો એ આવવાનું છે. તમે તો સમઝો નહિ ને ?”

બેઉ જણીઓ મને વીંટળાઈ વળી.

[૪]

ને નવું કુટુંબ મળ્યું. જૂનું કુટુંબ, જૂનો સમાજ ઊડી ગયાં. નવું કુટુંબ, નવું જગત, નવો અવતાર.