પૃષ્ઠ:Veranman.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દીકરાની મા
 


[૧]

"માડી, હું બહાર જાઉં છું. મોડું થાય તો ચિંતા ન કરતી.”

“એ હો માડી.”

વિધવા મજુરણ વિચારમાં પડી જતી: કારખાનેથી થાક્યો પાક્યો આવેલ દીકરો પાછો ક્યાં જતો હશે ?

કોઈ છોકરીઓની સોબતમાં તે નહિ પડ્યો હોય ?

પણ એમાં તો પૈસા બેસે. મારો દીકરો તો પગારની પાઈ યે પાઈ મને આપે છે.

ત્યારે ક્યાં જતો હશે ? એના હૈયાની અંદર શું ઘોળાઈ રહ્યું છે ? હમણાં હમણાં એ બહુ ઓછું કાં બોલે ?

*

“બચ્ચા ! ઝાંખે દીવે શું વાંચ્યા કરછ ? આખો દા’ડો સંચાએ તોડેલાં હાડચામ અત્યારે ય વિસામો ન માગે માડી ?”