પૃષ્ઠ:Veranman.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
વેરાનમાં
 


“આહા ! આમ જો તો ખરો, ભાઈ ! શા રૂપ રૂપના ઢગલા, શી રંગબેરંગી કરામત, પણ આપણને કે'દી મીટ માંડવાનીય વેળા છે ? લોકો પિટાય છે, કૂટાય છે, કશું ય જાણતાં નથી. લોકોને કશામાં રસ પડતો નથી. અરે આવું અલૌકિક જગત માણવાનું મેલીને લોકો એકબીજાનાં લોહી પીવાને વલખાં મારે છે. હેં ભા ! આ 'ચીતરની ચોપડીયું'. આ શેઠીયાવને કોઈ નહિ દેખાડતું હોય ?”