પૃષ્ઠ:Veranman.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
વેરાનમાં
 

તાનાજી અમારો એફિસ-બૉય. સવારના સાત વાગ્યાથી સાંજના સાત સુધી “તાનાજી !” એટલે અમારી પ્રત્યેક બૂમનો જીવતો પડઘો. અમારી અર્થાત અમારી ત્રણ જણની. ત્રણેના પછી એક અથવા એક સામટા હુકમો છુટે અથવા ત્રણેની આજ્ઞાઓની દોઢ્ય વળે :

“તાનાજી, બાલદીમાં પાણી નથી. ”

“તાનાજી, સાબુ ક્યાં ગયો ?”

“તાનાજી, કપડાંને અસ્તરી હજુ ન કરી ?”

“તાનાજી, સુતારને બેલાવ.”

“તાનાજી, કેરી સમાર.”

એક દિવસ અકસ્માત તાનાજીએ કાપેલી ત્રણ હાફુસ કેરીઓની જોડે છ રોટલી તથા દાળ, શાક, ચટણી જમ્યા પછી મને લેટતાં લેટતાં કલ્પના આવી :

“તાનાજી, તું જમ્યો ?”

“હો–હો–ના” તાનાજીની જીભ થોથરાઈ. પોતે છુપીચોરીથી, ચહાની ઓરડીમાં ઊભાં ઊભાં, બારણું સહેજ આડું કરી, પસ્તીના એક પરબીડિયામાંથી ઉખેળીને જે કંઈ ભાતું બીકમાં ને બીકમાં ખાઈ લેતો, તેને 'જમ્યો' જેવો અમીરી શબ્દ લાગુ પડી શકે ખરી ? તેની તાનાજીને શંકા રહેતી હતી.

“તાનાજી, ક્યાં રહે છે ?” પદર દિવસે મને પૂછવાનું સૂઝ્યું: સહેજ: જમીને જરા આરામ લેવાનો હતો તેથી જ.

“મઝગામ.”

“જમવાનું જોડે લાવે છે ? કોણ કરી આપે છે ?”