પૃષ્ઠ:Veranman.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાતભાઈઓ !
૪૩
 


"બહેન છે."

“અહીં રહ્યો તે અગાઉ ક્યાં હતો ?”

“ક્યાંય નહિ. એક વરસથી બેઠો હતો.”

"તે પહેલાં.”

" . . . . . . છાપખાનામાં હતો. રૂ. ૫૦ મિળતા.”

મેં જરા કુતૂહલથી પાસું ફેરવ્યું. આખી વાત પૂછી. ભાંગ્યા તૂટ્યા બોલો એની જીભમાંથી મેં માંડ માંડ પકડ્યા.

“પહેલે ઑફિસમાં–ત્રેવીસ રૂપિયા મિળતા. પછી મિસન પર પચાસ મિળતા. દસ વરસની નોકરી. પ્રેસ નવા માલિકના હાથમાં ગયું, તેણે સગળે જુને લોકને રજા આપી પોતાના જ જાતભાઈઓને ગોઠવી દીધા: અરધા પગારથી–ડબલ શીફટ કામ: તમામ પોતાના જ જાતભાઈઓ.”

તાનાજીની આાંખમાં મેં નિહાળી નિહાળીને એક ખાસ નિરીક્ષણ કર્યું : એણે જ્યારે આ શબ્દ ત્રણ વાર ઉથલાવ્યા ત્યારે – “દસ વરસે અમને કાઢીને નવા માલિકે તમામ જાતભાઈઓને રાખ્યા.”

એની આાંખો સળગતી હતી,– ને કેરી જરા વધુ પડતી ખવાઈ ગયાથી સહેજ નિદ્રાઘેરી આાંખે પડ્યો પડ્યો હું ચિંતન કરતો હતો કે–

આ 'જાતભાઈઓ' શબ્દ પરથી બે ત્રણ કૉલમો ઉપજાવી કાઢું.

તાનાજી કોઈક દિવસ એ પ્રેસનો માલિક બને તો? વૈર વાળશે ? પોતાના જાતભાઈઓને ગોઠવશે ?