પૃષ્ઠ:Veranman.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારા પુત્રની ઈજ્જત
 


દાલતમાં બેઠેલી એકેએક આંખ ભીની બની. ગયા પરમ દિવસનો જ બનેલો આ બનાવ છે.

“નામદાર ! ઓ નામદાર !” સીત્તેર વર્ષનો ડોસો ઉપલી અદાલતમાં અપીલ લડતો હતો: “મારા પુત્રને તમે ભલે ઠાર કરી નાંખ્યો. પરંતુ તમે એની ઈજ્જતને – મારી ઈજ્જતને – મારા કુળના ભૂતકાળની તેમજ ભાવિની પ્રતિષ્ઠાને ન સંહારી નાખો. મારી ઓલાદ સામે લોકો આંગળી ચિંધાડીને બોલશે કે આ કુટુંબનો એક જુવાન યુદ્ધભૂમિ ઉપર હિચકારાપણું કરવાને અપરાધે મૃત્યુદંડ પામ્યો હતો.”

બુઢ્ઢો બાપ જ્યારે બોલતો હતો ત્યારે અદાલતની સામે નીચલી કોર્ટના પંદર વર્ષના જૂના ફેંસલાની પ્રત પડી હતી.

એમાં લખ્યું હતું: લૅફ્ટનન્ટ ચાપેલાં: રેજીમેન્ટ કંપની નં. ૨૩ : જર્મન સેનાનો હુમલો થયો : પોતાના અઢીસો સિપાહીઓમાંથી ર૦ ઠાર થઈ ગયા. ડરપોક લૅફ્ટનન્ટે બાકીનાઓને શત્રુ-શરણે થવાને હુકમ આપ્યો. આ નાલાયકી બદલ એને ગોળીથી ઠાર કરવાનું ઠરાવવામાં આવે છે.