પૃષ્ઠ:Veranman.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રંગમાં ભંગ
 


જે ગ્રાન્ડ રીહર્સલ હતી : નાટકશાળા સન્માનિત મિત્રોથી શોભતી હતી.

“ઈન્દ્રનો અભિશાપ ” નામનો નવો ખેલ આવતી કાલે તો નગરને ઘેલું કરશે.

ગઝબ 'સેટીંગ' કર્યું હતું ડાયરેકટરે. ગાંધર્વ-કુમારી પોતાની સખીઓ સંગાથે ‘આંધળો પાડો' રમી રહી છે.

અમરાપુરીની અટારીઓ, સ્થંભો, દીપમાલા, લતામંડપ, ફૂલવાડી, ઝલમલ, ઝલમલ, ચોમેર ઝલમલ: ને એની વચ્ચે ગાંધર્વ–કુમારીને રમાડતી પંદર દેવકન્યાઓ. અંગે અંગે આભરણ. અંબોડે ફૂલવેણીઓ, ગળામાં ઝુલતા ડોલર–હાર, કાને મંજરીઓ લહેરાય છે – ને દેવગાયકોનું સંગીત ચાલે છે.

શી રસ-જમાવટ ! કવિએ તો કમાલ કરી હતી. દોસ્તોના ધન્યવાદોના ધબ્બા કવિની પીઠ પર ગાજી રહ્યા.