પૃષ્ઠ:Veranman.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોપડીઓનો ચોર
૫૩
 


“રાજાજીના હાથ જ્યારે મારા છાતી પદ ચાંદ ચોડતા હતા, ત્યારે નામદાર, એ છાતીની નીચે મારું પાપી કલેજું થડક થડક થતું હતું.”

આથી વધુ એ કશું ન બોલ્યો. પણ અદાલતમાં પડેલી જુબાનીઓએ આ જુવાનની આખી જીવનકથા કહી દીધી.

એનાં માબાપ દૂધ વેચે છે. બાળકનાં અસાધારણ બુદ્ધિતેજ દેખી ગરીબ માતાપિતાના હૃદયમાં મહેચ્છા જાગી: ગમે તેમ કરીને પણ દીકરાને ખૂબ ભણતર ભણાવીએ.

પેટે પાટા બાંધીને માબાપ દૂધ વેચવા માંડ્યાં. ભૂખ, તરસ, કે થાક ઉજાગરા સામે ન જોયું. દીકરાને એક પછી એક ચડિયાતી નિશાળમાં બેસાડી ખર્ચાળ કેળવણી પર નાણાં વેર્યાં. એવાં વીસ વર્ષો; વીસ વર્ષમાં એક દહાડાનો પણ વિસામો ન લીધો, ન એકે રવિવાર, ન એકેય વારતહેવાર.

પુત્ર રજાના દિવસોમાં યુનીવર્સીટીમાંથી ઘેરે આવતો, ત્યારે એ પહેલું કામ ઘરાકોને ઘેરે ઘેરે જઈ દૂધ પહોંચાડવાનું કરતો. પોતાનાં ભાઈબહેનોને કહેતો કે “તમે થોડા દિવસ આરામ લ્યો.”

માબાપ તથા ભાંડુએ આટલું આટલું તુટી મરતાં; તે છતાં કેમ્બ્રીજ યુનીવર્સીટીનાં ખર્ચોને ન પહોંચાયું. ચોપડીઓ બહુ મોંઘી હતી.

કેટલી કેટલી વાર એ જુવાને ખાધા વિના ચલાવ્યું. ભૂખમરો વેઠીને બચાવેલા પૈસા પણ પૂરાં પુસ્તકો ન અપાવી શક્યા.