પૃષ્ઠ:Veranman.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
વેરાનમાં
 


પાંચમી સહુથી નાની, અંગુલીઓમાં મંજીરાં ગોઠવી, પોતાને દાખલ થવાની ઈસારતની રાહ જોતી, હજુ બહાર ઊભી છે: ડમરૂ અને શરણાઈના શરૂ થયેલા સ્વરોએ એના પગની પાનીઓ તળે અંગાર પાથરી દીધા છે. એ થનગની ઊઠી. એનો આખો દેહ ડોલવા, પીગળવા, સળગી જવા લાગ્યો.

ને એનો સમય થતાં જ એણે અંદર દોટ દીધી. નૃત્યની મદિરા એની નસેનસમાં ચડી ગઈ.

પાંચ મિનિટનું એનું નૃત્ય: જાણે એક જીવતો વંટોળ: જોનારા ચકચૂર બની ગયા. નૃત્યને અંતે જ્યારે એણે પોતાનું ક્લેવર એ યુવાન નાયકના હાથમાં પુષ્પની પાંદડાની માફક ઢાળી દીધું, ત્યારે તો ઓહોહો... મારું કલેજું ડૂલ થઈ ગયું.

'ફરી એકવાર હજુ ફરી એકવાર !’ એવા ડાયરેક્ટરના આદેશો, મને બહુ મીઠા લાગ્યા. ત્રણ ત્રણ વાર મેં એ કલાવતીનું વંટોળ–-નૃત્ય દીઠું. ને એ બહાર આવી ત્યારે મેં કહ્યું : વાહ ! નૃત્ય વિનાનું જીવન કેવું નીરસ ! શી તારા પગની પાની !

હજુ તો મારૂં 'આફ્રિન' ઊછળતું હતું. ત્યાં તો મેં એને પોતાના પગની પાનીઓ લૂછતી દીઠી: શાની સાથે ? પિયાનો ઉપર ઓઢાડેલ એક તાડપત્રીની સાથે: જે તાડપત્રી પર તો સેંકડો પગના કાદવ ધસાયા હશે.

–ને છતાં મારાથી બોલાઈ ગયું, “અરે, અરે, એના પર કાં પાની લૂછો ? તાડપત્રી બગડશે.”