પૃષ્ઠ:Veranman.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એના પગની પાની
૫૭
 


એ તાકી રહી. આટલું જ બોલીઃ “મારી પાની બગડી છે તેનું કંઈ નહિ ?”

મેં હાજરજવાબથી કહ્યું: “પાની તો ધોવાશે, તાડપત્રી કંઈ મફત ધોવાય છે ?”

એ તો ચાલી ગઈ. કોણ જાણે ક્યાં હશે. પણ મને હવે થયા જ કરે છે કે મેં આ શું કહ્યું ? કોને કહ્યું ?

પછી પાછો મને ને મને વિચાર આવ્યો કે એમાં શું ખોટું કર્યું ? આ દુનિયામાં તો એ રીતે વાણીઆભાઈ જ થઈએ; વાણીઆભાઈ થતાં આ પહેલી જ વાર આવડ્યું, એટલે હવે ફતેહને રસ્તે છીએ !