પૃષ્ઠ:Veranman.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'મૃત્યુ મરી ગયું રે લોલ'
૬૧
 


નાચતી અગ્નિઝાળાના કીકીઆાટા વચ્ચે પ્રવાસીઓ ગુલાબી નીંદર કરતાં હતાં. ખલાસી નૌજવાનોએ આગની સામે મુકાબલો માંડ્યો. આખી રાત આગ કાબુમાં આવી નહિ. પ્રભાત ઊઘડ્યું.

ખબર અપાયા. પ્રવાસી સ્ત્રીપુરષો તુતક પર હાજર થયાં. તમામે જીવન-બોયાં પહેરી લીધાં. નૌકાનું બેન્ડ પૂરબહારમાં બજવા લાગ્યું. અને એ સંગીતને તાલે તાલે, સૂરે સૂરે, આલાપે આલાપે, અઢીસો ઉતારૂઓનો નાટ્યારંભ મંડાયો.

તળીઆાનાં એન્જીનો પૂર ઝડપે ચાલુ થયાં. નૌકાએ વેગ પકડ્યો.

ઉગાર-નૌકાઓ છેલ્લા આદેશની રાહ જેતી ઝૂલી રહી.

ખલાસીઓ આગ પાસેથી કદમ પણ ખસ્યા નહિ.

સંગીતના સૂર વધુ ને વધુ લાગણીથી લહેરાવા લાગ્યા.

મુસાફરોનું અવસાન-નૃત્ય મોતની છાતી પર પગલાં ગૂંથતું રહ્યું.

અંશમાત્ર પણ ગભરાટ ન મળે.

“મૃત્યુ મરી ગયું રે લોલ.”