પૃષ્ઠ:Veranman.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



એ સલ્તનતને ઉખેડનાર !
 


“રાટ્રનાં ગીતો મને રચવા દો, તો પછી પરવા નથી મને, કે રાષ્ટ્રના કાયદાઓ કોણ રચે છે.”

એક સ્કોટીન કવિ-સૈનિકનો આ બોલ જગતસાહિત્યમાં અમર બન્યો છે.

*

એ શું સાચું છે ?

બાનુ હલીદે હાનુમે એનો ઉત્તર તુર્કસ્તાનની તવારીખમાંથી ઉઠાવ્યો છે: વર્તમાન તુર્ક સાહિત્ય પરના એના વ્યાખ્યાનમાં પદભ્રષ્ટ અને હદપાર જાલીમ ખલીફ-સુલતાન અબ્દુલ હામીદના તખ્તને ડોલાવવામાં, આ તુર્ક રમણી કહે છે કે, કવિઓની અક્કેક કવિતાનો હાથ હતો

*

અબ્દુલ હામીદની જુલ્મજહાંગીરીના એ દિવસોમાં 'મુક્તિ’ અને 'દેશભક્તિ” શબ્દોનો ઉચ્ચાર માત્ર ફોજદારી