પૃષ્ઠ:Veranman.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વતનનો વિરાટ !
 


સાઠ હજાર સુવર્ણસિક્કા લાદેલ સાંઢીઆ જે વેળાએ તુસ શહેરને એક દરવાજે દાખલ થતા હતા, તે જ વેળાએ આ ભવ્ય રાજ-સોગાદને અધિકારી પુરષ જનાજે તે સૂતો સૂતો પોતાની આરામગાહ તરફ ચાલ્યો જતો હતો. સને ૧૦૨૦ નું એ વર્ષ હતું.

X

‘શાહનામા’ નામના મહાકાવ્યમાં પ્રાચીન ઈરાનનું ગૌરવ ગાનાર કવિ ફીરદૌસીની એ મૈયત હતી, અને કવિ તરફ પોતે કરેલા અઘટિત આચરણની ક્ષમાયાચના સાથે સાઠ હજાર દીનારની ભેટ મોકલનાર હતો ઈરાનને પાદશાહ મહમ્મુદ ગઝનવી.

X

ગયે મહિને ઈરાનના એ શિરોમણિ રાષ્ટ્ર-કવિની વર્તમાન ઈરાન-નરેશ રીઝાશા પહેલવીએ સહસ્રાબ્દી ઉજવી. એ ઉત્સવમાં દુનિયાના અનેક રાષ્ટ્રોએ ભાગ લીધો. ઈરાનનો