પૃષ્ઠ:Veranman.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
વેરાનમાં
 


દરબારમાં જઈ કવિએ પોતાની સ્વર્ગીય કવિતાનો દુર્વ્યય કર્યો. એક મહમ્મુદનાં જ નહિ પણ સુલતાનના એક માનીતા ગુલામ સચીવનાં પણ બેફાટ વખાણ આદર્યા. સુલતાને કૃપા-કટાક્ષ કર્યો.

*

પણ ફીરદૌસને માથે રાજકૃપા અવતારનાર ગુલામ સચીવ અબુલ અબ્બાસ ફજલ તો એક દિવસની સંધ્યાએ સુલતાનની ખફગીનો ભોગ બની બૂરે હાલે કતલ થયો. મુએલા આશ્રયદાતાના દુશ્મનોએ કવિને ય રાજઅવગણનાનો ભોગ બનાવી મૂક્યો. સુલતાને એને રૂખસદ આપવા માટે ફક્ત વીશ હજાર દિરહમ (રૂપિયા) મોકલી આપ્યા.

*

રાજ-ભેટ આવી તે વેળા કવિ એક જાહેર હમામખાનામાં ગુશલ કરતો હતો. આ રકમમાં છુપાયેલું અપમાન કવિને ભાલા સમ ભોંકાયું. એ અપમાનને એણે ત્યાં ને ત્યાં બદલો લીઘો. પ્રથમ તો પોતે 'ફુક્ક' નામની સુરાકટોરી ગટગટાવી. ને પછી એણે એ ફુક્ક વેચનારની તેમજ ગુશલખાનાના ચાકરોની વચ્ચે વીશે હજારની ખેરાત કરી દીધી. પછી રાજરોષથી સલામત બનવા એણે ચાલતી પકડી. સુલતાને એને પકડવા ઘોડેસ્વારો દોડાવ્યા, પકડાય તો ભૂંડે હાલે મોત પામે. છ મહિના સુધી કવિ હેરાતમાં છુપાઈ રહ્યો.

×