પૃષ્ઠ:Veranman.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યકારની સ્ત્રી
૯૧
 


“મને રડવું નહોતું આવ્યું. પણ મારાં મોટીબા કેવાં સાચુકલાં ને ડાહ્યાં હતાં, અમારી આખી વસ્તીની અંદર કેવાં વહાલસોયાં ગણાતાં હતાં, તે વાત કોઈકની કને કહેવા મારું દિલ તે રાત્રિએ તલપી ઊઠ્યું. પણ કોને કહું ? કહું એવું કોઈ માનવી ત્યાં નહોતું. એ જંખના તો અણકથી જ રહી અને ધીરે ધીરે અંતઃકરણની અંદર ખાક બની ગઈ ”

“તે પછી ઘણે વર્ષે વાર્તાકાર ચેહોવની એક વાર્તામાં મારા વાંચવામાં આવ્યું કે એક ગાડીવાળો પોતાના પુત્રના મૃત્યુની વાતો પોતાના ઘોડાને સંભળાવતો સંભળાવતો ગાડી હાંક્યા કરતો હતો. આ વાંચ્યું ત્યારે મને અફસોસ થયો કે મારા જીવનના એ દુઃખભર્યા દિવસોમાં મારું હૈયું ઠાલવવા માટે મારી નજીક ન કોઈ ઘોડો હતો કે ન હતું એકાદ કૂતરું. ઉંદરો તો ત્યાં ભંડકમાં ઘણાં હતા, મારા દિલજાન દોસ્તો હતા, પણ મોટી બાની વાતો તેમને સંભળાવવાનું તો મને મુરખાને સઝ્યું જ કાં નહિ !”

“મારા જીવનનાં વિદ્યાલયો” એ મથાળાથી ગોર્કીએ લખેલી આત્મકથા વાચતાં વાચતાં આ 'મોટી બાના મૃત્યુનો ખંડ કેમ વધુ વાર થાંભાવી રાખે છે? એની ગરીબીનો ચિતાર આપે છે તે માટે ? ના, એની જીવનયાત્રામાં તોતે આથી ઘણાયે વધુ કઠિન બનાવો અને સંજોગો પડેલા છે.

ગરીબ ખેડુતને ઘેર એનો જન્મ થાય છે.

પાંચ વર્ષની વયે એનો પિતા ગુજરી જાય છે: