પૃષ્ઠ:Veranman.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
વેરાનમાં
 


માના બાપને આશરે રહેવું પડે છે. ખિજાળ બુઢ્ઢો દાદો સોટીએ મારી મારીને એને બાઈબલ ગોખાવે છે.

મા પણ મુઈ: થોડો કાળ ભણતરઃ નવમા વર્ષે તો એક મોચીની દુકાને નોકરી લઈને પેટગુજારો કરવા ફરજ પડી.

પંદર વર્ષની વય સુધીમાં તે એક જરીફ, એક ચિતારો, એક સ્ટીમરનો બબરચી, અને એક માળી, એમ જુદા જુદા ચાર પાંચ માલેકોને ઘેર આ બાળકે નોકરીઓ બદલી.

પછી શહેરમાં જઈ ભણતાં ભણતાં ભઠિયારાને ઘેર રાતભરની મજૂરી ખેંચી: થરથરતી ટાઢમાં ઠુંઠવાઈ ઠુંઠવાઈ ભૂખે તરસે મજૂરી કરીને તૂટી પડતાં, છેવટે એક દિવસ ધીરજ ગુમાવી બેસી રીવોલ્વર વડે આપઘાત કરવાની કાશીશ કરી: ગોળી લમણામાં વાગવાને બદલે ફેફસા તરફ ગઈ. જખ્મ રૂઝાયો, જિંદગીની દોરી તૂટી ન શકી. (માનવ–જાતિનું એ અહોભાગ્ય હતું.)

પછી વોલ્ગા નદીની ગોદીઓમાં વહાણોની અંદર માલ ચડાવવા ઉતારવાનું મજૂર–કામ મળે છે. લાકડાં ફાડવા રહે છે. રેલ્વે સ્ટેશન ઊપર ચોકીઆત બને છે : વીસમા વર્ષે લશ્કરી નોકરી માટે પરીક્ષા આપવા જાય છે પણ નાપાસ થઈ અસ્વીકાર પામે છે : એક વકિલનો સેક્રેટરી બને છે.

રઝળુ પ્રકૃતિએ, સ્વતંત્ર જીવન જીવવાના મિજાજે, નિરાધારીએ અને અલગારી સ્વભાવે આ જુવાનને પછી તો