પૃષ્ઠ:Vevishal.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાટીવાળાને "ઊઠાવ, ચાલ" કહી એક રૂપિયો આપ્યો, ને આ લે તારી કમાઈના સુખા!" કહી સુખલાલની સામે પાંચ રૂપિયા ધર્યા.

"હમણાં રાખો. બાપાને પૂછીને."

"નહીં, વાંસે લટાકો નહીં, બાપાને પૂછવાનું નથી. આ લે, ને ભડ રહેજે!" ખુશાલભાઈએ સુખલાલના ગજવામાં જોરાવરીથી રૂપિયા નાખી દીધા.

ઓરડી પર પહોંચ્યા ત્યારે સુખલાલના પિતાને બેઠેલા દેખી ખુશાલે લલકાર કર્યોઃ "કાં ફૂઆ, દીકરો તમારી ખાંપણનો વેંત કરીને જ હાલ્યો આવે છે, હોં કે! પહેલે જ ભડાકે તમને મસાણમાં પોંચાડવા જેટલો પાવરધો બની ગયો છે સુખો! સમજ્યા ફુઆ?"

"તો હાઉં, ભાઈ!" સુખલાલના પિતાએ ઉદાર હાસ્ય કર્યુંઃ "આપણું તો ખોળિયું કાગડા-કૂતરા ન ચૂંથે એટલે જગ જીત્યા."

"પણ આમ લૂગડાં પેરી કરીને કેમ બેઠા છો?" નિરાંતવા થાવ."

"હવે નિરાંતવા થાશું રેલગાડીમાં."

"કાં?"

"અટાણે જ દેશમાં ઊપડવુ છે."

"ગાંડા થાવ મા."

"બીજી વાત કરવાની જ નથી, ખુશાલભાઇ! મને હવે આંહીં શરીરે નરવાઈ નથી રે'તી; ઝટ ભાગવું છે."

"ઠીક! ભાગો ત્યારે. હવે તાણ કરવી નથી. તમારો સુખો આજથી રળતો થઇ ચૂક્યો છે. ભે રાખ્યા વગર ભાગો. વાળુ કર્યું?"

"વાળુ માટે પેટમાં જગ્યા નથી, ખુશાલ!" એમણે બુલંદ ઓડકાર ખાધો. આબરૂ- પોતાની તેમ જ સામા માણસની - સાચવવા માટે ધાર્યો ઓડકાર ખાવાની વિદ્યા જૂની છેઃ વગર ઊંઘે બગાસાં ખાઈને લપ્પી મુલાકાતિયાને ઝટપટ ઊભો કરવાની કળા જેવી જ એ એક આબાદ કરામત છે.

"વેવાઈને ઘેર બાપડાએ હાથ પકડી પકડી પીરસ્યું. ને મારે