પૃષ્ઠ:Vevishal.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂકી દીધો કોણે ? સુશીલાએ મને મૂકવો હતો તો ઉજાણીમાં એ શા માટે વાતો કરવા આવી હતી ? ઇસ્પિતાલમાં શા માટે ચોર-મુલાકત લીધી હતી? ને પાછી આવીને લીનાને શા માટે 'ક્યાં ગયા'-ના પ્રશ્નો પૂછ્યા હતા?

'લીનાને જ પૂછી આવું. લીનાએ એને તે દિવસે જેવી જોઈ હશે તેવી એ મને વર્ણવી દેખાડશે. હું પૂછીશ, એ કન્યાના મોં પર પ્રશ્નો પૂછતે પૂછતે કોઈ રંગ ઘોળાતા હતા ? આંખોમાં અમીભર તલસાટ ઊછળતા હતા? મારું નામ લેતી હતી ? મારું નામ લેતી હતી? હાં હાં , એ એક ખરી કસોટી થઈ જશે. ચહેરા પરના રંગો ને આંખોના તલસાટો તો ભુલાવામાં નાખે તેવી વાતો છે.

'ભરોસો કરવા લાયક આ એક જ પ્રશ્ન : એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં ?હિંદુ કન્યા એક જ માણસનું નામ નથી લેતી, જે એના હૈયાનો વધુમાં વધુ નિકટવાસી હોય તેનું. એ એક જ પ્રશ્નનો ઉત્તર મારે માટે બસ થશે. પછી તો હું જોઈ લઈશ - મરી પોં'ચ - મારી ત્રેવડ - મારી છાતીનું જોર-'

- એમ કરતો આ ગામડિયો જુવાન ઉંઘી ગયો.


19

લીનાને ઘેર

બારણાં બીડીને અંદર એકલી પડેલી લીનાને જો એ સાંજે કોઈ છૂપી આંખો જોઈ શકી હોત, તો એની એ લીના જ છે એમ માની ન શકાત ! જગતજનની મેરીની મૂર્તિ આગળ મૂકેલ તસવીર પરથી એણે ઢાંકણું ઉઠાવી લીધું હતું. તસવીરને પોતે આંખે ચાંપતી હતી. પંદર વર્ષના એક છોકરાની એ છબી હતી. લીના બોલતી હતી કે, " આજે તું આના જેવડો