પૃષ્ઠ:Vevishal.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હું છેલ્લી વાર મળી લેવા - પૂછી જોવા આવ્યો છું."

"અત્યારે નહીં"

"શું છે? તમારા બાપુજી છે કે નહીં? મારે એમને મળવું છે? "

"શા માટે?"

એનો જવાબ દેનારો છેલ્લો અવાજ મોટા શેઠના ઓરડામાંથી છેક બહાર લિફ્ટ પાસે સંભળાયો :

"જાવ ટળો દેશમાં ! આંહીં કામ નથી."

બહાર આટલો સ્પષ્ટ સંભળાયેલ રણકાર અંદર કેટલો ત્રાડભર્યો હશે? સુશીલાના કાન ત્યાં હતા. અંદર જવાની એને ઉતાવળ હતી. ભાભુને ચંપલનો માર પડ્યો છે. શું થયું હશે ભાભુને ? એણે સુખલાલને ફરી વાર કહ્યું : "સવારે વહેલા આવો. અત્યારે જાવ. અત્યારે મારા બાપુજીને નહીં મળવા દ‌ઉં."

"ઠેરો," કહીને એણે લિફ્ટ થંભાવી.


21

આ સવારી ક્યાંથી?

પણ સુશીલાને યાદ નહોતું રહ્યું કે 'ઠેરો' શબ્દ લિફ્ટને ઊભી રાખી શકતો નથી. એક વાર તો લિફ્ટને છેક નીચે સુધી ઊતરી જવું પડ્યું બેઉને એકલાં ઊભાં થઈ રહેવું પડ્યું. સુશીલા ભયની ફાળ ખાતી ખાતી પોતાના ઘરનાં બારણાં તરફ જોતી જોતી એટલું જ પૂછી શકી : " શા માટે આવવું પડ્યું?"

"તમે બધેય ફરિયાદ કરતાં ફરો છો એટલે," સુખલાલે નીચું જોઈ જવાબ દીધો.

"મારો ગુનો કહેવો હોય તો કહીને પછી ચાલ્યા જાવ. જલદી