પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવું ? ત્યાં હું શાંતિથી સમજ પાડું."

"બેલાશક!" એવો એક જ રૂઆબી શબ્દ કાઢતે ખુશાલે આ ઘરને ઘડીભર પોતાનું જ અનાવી લીધું. પોલીસ-અમલદારને અંદર દીવાનખાનામાં લીધા. મોટા શેઠને કોઈક વખતસરનો ઈશ્વરી મદદગાર આવેલો લાગ્યો. સુખલાલ પણ ખુશાલભાઈની હિંમતના પ્રકાશમાંથી પોતાની આંતરિક નૈતિક નીડરતાનો દીપક પેટાવી અંદર ગયો. બધા ખુરશી પર બેઠા. ખુશાલે તો સુંવાળા સોફાને જ પોતાના ભરાવદાર દેહ વડે શણગારી દીધો.

"હવે સબૂરી રાખીને પૂરી વાત કરો, રાવસાહેબ." ખુશાલના એ બોલમાં આ ઘરના માલિકની સત્તાનો રણકાર હતો. મોટા શેઠને એ પળે જો ખુશાલનો ઘાટી બનીને ભાગ ભજવવાનું આવી પડત તોય વિના અચકાયે પોતે એ પાઠ પસંદ કરત એવી એમની મનોવસ્થા હતી !


22

સાણસામાં સપડાયા


પોલીસ-ઑફિસરે વાત આદરીઃ

"વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી-ગ્રેજ્યુએટ પોતાના વિવાહની લાલચમાં સારાં સારાં કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાઓનાં માતાપિતાઓ પાસેથી પરદેશ અભ્યાસ કરવા જવા માટની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક સંબંધી સ્રીને ઘેર શિક્ષણને બહાને તેડાવે છે, એ બાઈ એક ભણેલી વિધવા છે. પોતે કન્યાઓને ટ્યુશન આપતી હોવાનો દેખાવ કરે છે."

"ત્યારે તો - " ચંપક શેઠ એટલું બોલે છે ત્યાં તો એને ચૂપ કરી દેવાને માટે ખુશાલે વચ્ચે ઘોડો કુદાવ્યો" "કરે એ તો. મુંબઈનું પેટ