પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"શું કહેતી'તી, ગગી ?"

"કાંઇ નહીં."

"પણ હજીયે તું મારાથી આટલી કાં ચોરી રાખ? કહી નાખ ને, બાઈ ! પેટમાં સંઘરીને સૂતી રહીશ તો નીંદર કયાંથી આવશે ? આટલા નાનપણમાં જ મનને લોચ લોચ કરતાં ન શીખવીએ, બે'ન !"

"ભાભુ, મને મારા મોટા બાપુજી યાદ આવ્યા. અત્યારે ઘેર શું થતું હશે? "

"કેમ શું થતું હશે?"

"ઓ બે જણા આવેલા હશે ખરાને ?" આ વાકય એણે એટલે ધીરેથી કહ્યું કે જાણે શબ્દો ઘૂંઘટમાંથી સર્યા.

ચમકવાનો કે ગભરાટ બતાવવાનો તો ભાભુનો સ્વભાવ નહોતો. પણ ઓચિંતી કોઈ ફાળ ઊઠતી ત્યારે એના ચહેરામાં સહેજ શ્યામરંગી એક તત્વ જાણે કે ઘૂંટાઈ રહેતું.

બેઉ જ્ણી સામસામી મીટ માંડ બેસી રહી, બેઉના મનોભાવ તદાકાર બન્યા: ટ્રેન પાછી વળે તો કેવું સારું!'

ભાભુના મોં પર ઘૂંટાતું વાદળું તે પછી તરત પસાર થઈ ગયું , એના મુખ પર લાલ લાલ રુધિરાક્ષિરે પ્રાણ જાણે કે અક્ષરો પાડતો હતો : તે દિને પરોઢના ત્રણ વાગ્યા ટાણાના અક્ષરો પાડતો હતો : તે દિને પરોઢના ત્રણ વાગ્યા ટાણાના અક્ષરો : સ્વામી-ચરણની ધૂળ લલાટે સ્પર્શી રહી હતી તે ઘડીએ અંતરે પુકારેલ અક્ષરો: "આ ઘરમાં ફરી આવવાનું નથી ! આ મેળાપ છેલ્લી વારનો છે !"

"સૂઈ જા તું તારે. બીવા જેવું શું છે?" એટલું કહયા પછી મોંને જરાક હસતું કરીને ભાભુ બોલ્યાં : "ઓળખછ તારા મોટા બાપુજીને ? એ બેય જણા આવીને જો કાંઇ તીનપાંચ કરશે ને, તો એને રાંઢવે બાંધીને પકડી જનારા પોલીસ તારા બાપુજીએ ઘરમાં ગોઠવી જ રાખ્યા હશે - જાણછ તું ?"

સુશીલાએ થોડી વાર આંખો બીડી દીધી. ભાભુએ આપેલી કલ્પના એને ગૂંગળાવવા લાગી. એને ભાભુની આંખો જાણે પૂછતી હતી કે