પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આથી વધુ પેટ એણે પત્નીને આપેલું નહીં. સૂરજને એણે કહેલું કે "બે'ન તારાં ભાભીએ ચોપડીઓનું પોટકું બંધાવી દીધેલું પણ હું જ ભુલકણો તે પાડ્યું રહ્યું."

- ને પોતાના પ્રાણને એણે પડાકાર્યો રાખેલો કે "વાણિયા, જોજે, હો, ઉતાવળો થઈને મરણકાંઠે બેઠેલ બાયડીનું કમોત કરાવનારી આ વાત કહેતો નહીં. હવે એ બાપડી થોડાક દીની મે'માન છે."

25

મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી


હૈયાને હાકલી રાખીને બેઠેલા એ વણિકની આંખો તે દિવસે કોઇની નહીં ને વાછડીની પાસે ઊના પાણીના ખાળિયા વહાવી રહી. એને સૂઝ ન પડી, કે આ બધું શું થઇ રહ્યું છે ! આ પારકી બનેલી દીકરા-વહુને લઇને કયું વેર વાળવા મુંબઇના ધનવાનની વહુ આવી છે ! મારા ચકલ્યાંના પીંખાયેલ માળાનો લાજમલાજો આ કોના હાથે લૂંટાઇ રહેલ છે ? એવો મારો કયો અપરાધ થયો છે, એવાં તે મેં કયા ગરીબની લાજનાં લૂગડાં ખેંચ્યા હશે કે આજ મારી આ આંતરિક અવદશા પૈસાદારની વહુ ને દીકરી જોવા આવેલ છે ! આજ તો ક્યારની આ મારી જ દીકરા-વહુ હોત. આજ એ આવી રીતે બેઠી બેઠી ચૂલો કરતી હોત, મને ઊનો રોટલો પીરસીને રાજી થતી હોત, એને બદલે આજ એ બીઠી છે ચૂલે બીજા જ કોઇ રંગઢંગમાં ! આ ચૂલા પરનું દ્રશ્ય સાચું છે ! કેવું ભયંકર તરકટ છે ! ગાલ પર વિધાતાનો કેવો આકરો તમાચો છે ! આ દિવસ દેખાડવા જ શું મારી સ્ત્રીને જીવતી રાખી ભગવાને ? આવી ખબર હોત તો હું ઉતાવળ કરીને એનો ભરમ શીદ