પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તું ઠાંસોઠાસ બનીને બેસતી ત્યારે હું તો ભૂખ્યું અને તરસ્યું જ પાછું વળતું. તું મને મે`ણાં-ટોણાં દેતી. પણ જો ! આજે તો હું ય તરબતર છું, છલોછલ છું -ને ખબર છે તને હોજરીબાઇ, હવે તો હું ઘણું કરીને હંમેશાં છલોછલ રહીશ-જો આ સુખલાલ રોજ ત્યાં આવશે ને, તો આ શેઠને હું મારી શૂન્યતાના ભાર હેઠળ નહીં દબાવું. ખબર છે તને હોજરીબાઇ, આ મોટાભાઈની ધાક-બીક નીચે ઊછરેલા નાના શેઠ પોતાની સગી પુત્રી સાથે પણ કોઇ દિન અંતર ઉઘાડીને બેસી નથી શક્યા એટલે એને જીવનમાં પહેલી જ વાર વાતો કરવાનું મન થાય છે-ને પહેલી વાર વાતો કરનારા શિશુની વાણી કેટલી અર્થ હીન ને ધડા વગરની હોય છે ! આ પણ ચિરશૈશવમાં જ ખૂંચી રહેલો પુરુષ છે ને ! એને શું એક પુત્ર ન જોઇએ ? પુત્ર ન હોય તો શું ભર્યા જગતમાં એને એક જમાઇ પણ ન મળે કે ? પુત્રી એની પોતાની, એ તો પોતાની રહી નથી-તો શું જમાઇ પણ એનો પોતાનો થાય તેવો નહીં મળે? જગત શું આટલું બધું સ્વાર્થી ને કૃપણ છે, હોજરીબાઇ ? સૌ શું પારકાં સ્નેહ-પાત્રો પડાવી લઇને જ પોતાની જાતને સમૃધ્ધ બનાવતાં રહેશે?'

આવા બબડાટ કરતું નાના શેઠનું હ્રદય આરામખુરશી પર પડ્યું હતું ત્યાં તો ટેલિફોન આવ્યો : "કોણ નાનુ શેઠ ? એ તો હું ખુશાલચંદ : શોકના સમાચાર છે. સુખલાલની બા ગુજરી ગયાં. અમે એનું સનાન કાઢીએ છીએ."

"હું-હું-હુંય આવું ?"

"તો પધારો."

ટેલિફોન ઉપર નાના શેઠની જીભ થોથરાઇ ગઇ ને એણે કોઇ ગંભીર કસૂર કરી નાખી હોય એવી લાગણીથી રિસીવર નીચે મૂકી દીધું.

ત્યાં તો ફરી વાર ઘંટડી વાગી ને ખુશાલભાઇ ના શબ્દો સંભળાયા: "નાનુ શેઠ, અમે આંહીં સનાન કરવામાં તમારી વાટ જોઇએ છીએ. તમે આવ્યા પછી જ વાત માંડીશું."

એટલું જ બોલી એણે ટેલિફોન છોડી દીધો. પછી તો ના પાડવાની