પૃષ્ઠ:Vevishal.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નત્ય પ્રભાતે પીવા લાયક, એવા મોટાભાઇથી છાનાં છાનાં પેંતરા ભરવા ને કાવતરાં કરવાં, એ કાંઇ ખાનદાનનું કામ નથી."

કોટ પતિના હાથમાં આપતી આપતી એ બોલ્યે જતી હતી. પતિની ટોપીને બ્રશ મારતી મારતી પતિને નવો હાથરૂમાલ કાઢી દેતી, અને આ 'ચંપલ નૈ, ઓલ્યા બૂટ પે'રતા જાવ' એવું કહી, બૂટ કાઢી દઇ પહેરાવતી પહેરાવતી આ પત્ની પતિને જેટલી વધુ વાર રોકી શકાય તેટલું રોકીને પોતાની જેઠાણીની નિંદા ને જેઠની દેવગાથાઓ ગાતી ગઇ, જેઠને સંભળાવવાનો હેતુ સ્પષ્ટ હતો.

"ભગવાન ! ભગવાન !" પતિને ધીરે પગલે ચાલ્યો જતો જોઇ એણે આસ્તેથી ઉદ્ગાર કાઢ્યો : "કોને ખબર - મને પરણ્યા છે...કે...એને !"

પોતાની પાછળ બોલાયેલા શબ્દો નાના શેઠે કાનોકાન સાંભળ્યા. એ થંભ્યો, ફરી વાર એની આંખે અંધારા આવ્યાં. એણે બારણું ઝાલી લીધું. એ તમ્મર એકાદ મિનિટ ટક્યાં. પછી મનની કળ વળી. એ આપઘાત કરવા કૂવામાં પડતો હોય તેવી રીતે 'લિફ્ટ'માં પહોંચ્યો ને નીચે ઊતર્યો.

મોટરગાડી નીચે તૈયાર હતી. શૉફરે નાના શેઠને લઇ જવા બારણું ઉઘાડ્યું.

"નહીં ભાઇ, પેદલ જાયગા." એટલું જ બોલીને નાના શેઠ જલદી પોતાના ઘરની ગલી વટાવી ગયા.


30

'સાહેબજી!'


તે પછી મોટા શેઠ, નાના ભાઇની વહુએ લાજ કાઢીને પીરસેલી