પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ધ્રાસકા (આઘાત)ની વાત સુખલાલાએ નવી સાંભળી. ભાભુએ આગળ ચલાવ્યું :

"એની જીવાદોરી અમારે નિમિતે કાપણી. જેવી એ તો લેણદેણ પણ હું એના પ્રાછત સારું થઈને જ છોકરાને આંહી લેતી આવી."

સુખલાલને ફાળ પડી : "એની આંખમાં હરણાં કુદ્યા : ઓ મારા બાપ ! આ તો આશરાધર્મની લાગણીથી છોકરાને લાવ્યા લાગે છે !

ભાભુએ કહ્યું : "લેણદેણના સંબંધ લેણદેણ હોય ત્યાં લાગી ચાલે છે; એકબીજા માટે થઈને કષ્ટો ઉઠાવીએ ત્યારે લેણદેણના ચોપડા આગળ લખાય છે. હિંમતની તો મોટી વાત છે, ભાઈ ! કહે છે ને કે રણ તો શૂરાનું છે."

સુખલાલને કાંઈ સમજ નહોતી પડતી કે પોતે આ સ્ત્રીની નજરમાં કયા સ્થાને ઊભેલો છે. ને આ સ્ત્રી શું મને મારી માતૃહીન સ્થિતિ પૂરતો જ હિંમતવાન બનવા કહી રહી છે કે બીજુંય કઈ સૂચવી રહી છે ?

વાતો ચાલી રહી છે ત્યાં તો તેજપુરથી એક ગાડું આવીને ઊભુ રહે છે. 'તેજપુરનું ગાડું' સાંભળી નાના શેઠ ચમકે છે. એનાં મોમાંથી શબ્દો નીકળી જાય છે : "અત્યારમાં ! હેં ! અત્યારમાં ભાઈ ક્યાંથી ?"

"સબૂરી રાખો, બાપુ ! સબૂરી રાખો," એટલું જ ભાભુએ કહ્યું. ત્યાં તો ગાડા સાથેના દુકાનના માણસે આવીને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચતા વાંચતા નાના શેઠ પાછા આવ્યાને ભાભીને કહેવા લાગ્યા : "કાપડ-બાપડ વગેરે બધો સામાન આવ્યો છે. ચોખા ને તૂવરદાળ આવે છે. બીજી બધી પરચૂરણ ચીજો વરા માટે આવી છે. લખે છે કે મુંબઈનો કાગળ હતો તે મુજબ અવસરની બધી ચીજો મોકલી આપી છે."

"ઠીક ! ઠીક !" ભાભુ સહેજ હસ્યાં ને સુખલાલ શ્યામ બન્યો. ક્યા અવસર માટે ? મારી સાથે ? હોય નહિ - માં મૂએ પાંચ દિન થયા છે. ત્યારે કોની સાથેનો અવસર ?....

"મુંબઈથી આવીને બપોરે તો બેય જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે, ને રાતે આવશે એમ લખે છે, મે'તાજી, "નાના શેઠે