પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

36

'આજની ઘડી રળિયામણી'


તેજ દિવસે રત્રિએ થોરવાડ ગામની સાંકડી બજારમાં કોઈ મણીધર નાગ ચારો કરવા નીકળ્યો હોય એવો ઝળહળાટ થયો. તેજપુર દરબારની મોટર ચંપક શેઠને અને વિજયચંદ્રને લઇને સામા બળદોને ભડકાવતી અને ગામપાદરના મોરલા ગહેકાવતી આવી પહોંચી ટેવાઈ. ગયેલા ગામલોકોએ હાટડેથી, ઓટેથી ને ચોર ઉપરથી સબ દેતાકને ઊભા થઇ સલામો કરી. ચંપક શેઠે માન્યું કે આ માન પોતાને મળ્યું.

ઘરનાં તમામ માણસો ઉપર છકો બેસારી દેવાનો જ નિશ્ચય કરીને આવેલા ચંપક શેઠ કોઈની સાથે વાતચીતનો શબ્દ પણ બોલ્યાં વિના મહેમાનને લઇ મેડી ઉપર ચડી ગયા. તેમણે નીચેના ઓરડામાંથી ઉપર આવતો ઠંડો પહોરનો કંઇક કીચૂડાટ સાંભળ્યો; એ કીચૂડાટ ઘોડિયાનો હતો. જગતના કરોડો કાનોને મધુર લાગતા આ કિચૂડાટે ચંપક શેઠને કાનમાં કાંટા ભોક્યા. એણે તપ્ત અવાજે પોતાની સામે એક બાજુ ગરીબડા બની ઊભેલા નાના ભાઈને પૂછ્યું:

"ઘરમાં ઘોડિયું કોનું ચાલે છે ?"

ક્ષણ એક તો જવાબ દેવાની ઝાડી ફાટી નહિ. ખોંખારો ખાવો પડ્યો. ત્યાં તો મેડીના બાજુના ઓરડામાંથી ભાભુ બોલ્યાં : "એ તો નાની દીકરી છે મારા દીપચંદ મામાની - રૂપાવટીવાળાની."

"એના વહુ ગુજરી ગયા ને, તે છોકરાંને આંહી લાવેલ છે," ઘડીભર થોથરાયેલો દિયર હવે તાબડતોડ બોલી ઉઠ્યો, ભાભી ભેરે જ હતા, પાસે જ હતા, તેની એને ખબર નહોતી. કેમ કે એ તો અંદરના દાદરમાં થઇને ઉપર આવેલા.

"સવારે પાછાં મોકલી દેજે." ચંપક શેઠે સીધી નાના ભાઈને જ આજ્ઞા આપી. ઓરડાના દ્વારમાં ગોરા બેવડીયા દેહનું તેજસરોવર લહેરાવતી ઊભેલી પત્નીની સામે પણ એણે ન જોયું.