પૃષ્ઠ:Vevishal.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આહીં કાંઈ આયોડિન ન મળે, બાઈ મોટી !" ભાભુએ ટાઢે ટાઢે કહ્યે રાખ્યું : "આંહી ગામડામાં તો અરધો તોલો કે પાવલીભર અફીણથી જ રસ્તો નીકળે."

"તો એ લાવી દ્યો."

"મંગાવ્યું છે." જરાક થંભીને ધીમે સ્વરે - "રૂપવટીથી"- પાછું થોડી વારે -"નાલાયક ! આવે જ શેનો ? રફુચક જ થઇ ગિયો. છાતી કોની લાવે - મારા બાપની ?"

"કાં ભાભી, કેટલી વાર છે જમવાને ?" એમ પૂછતા નાના શેઠ અંદર પ્રવેશ્યા.

"બસ ભાઈ, ભજિયા તળવા બેસું એટલી જ વાર. લ્યો લ્યો મીઠાઈ તો ચાખો !"

"મીઠાઈ ! - ભાભી, ક્યા સ્વાદે ? અત્યારે મીઠાઈ ઝેર જેવી લાગે છે. મેડી ઉપર મારા ભાઈએ તો મહાજનના શેઠિયાઓ પાસે અણછાજતી પારાયણ માંડી છે. મને તો, ભાભી, ગાજરમૂળા જેવો કરી આખી વાતમાંથી કાઢી નાખ્યો છે. હું તો હવે સહી શકીશ નહીં. ભાભી! પાદર આંટો દઈ આવ્યો. બેય જણા આવી ગયા છે ગાડું લઈને."

'અરેરે, બચારા જીવ !" ભાભુમાં મોમાં મીઠાઈનું બીજું બટકું ઓરાયું, "અબધડી જ તો એને ફિટકાર દેતી'તી. એ તો આવી ગયા !! પણ આ તમારી લાડકી તો જુઓ !"

"કાં?"

"રાતોરાત કોણ જાણે કેમ મત ફેરવી બેઠી છે !"

"મેં ક્યારે કહ્યું ? મને શા સારું સંતાપો છો ? મારો ટુકડા કરી નાખશો તોયે હું મત બદલાવાની નથી, કહો તો ચાલી નીકળું." સુશીલા બોલી.

"મત ન બદલ્યો હોય તો લે, આ બટકું ખાઈ જા."

"ચુલામાં જાય બટકું ! ભાભુ ચક્રમ કેમ બન્યાં છો ?"

"ચક્રમ કે ફક્રમ, મત ન બદલ્યો હોય તો ખાવું જ પડશે આ.