પૃષ્ઠ:Vevishal.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખસતા નહોતા. સૂતેલા સુખલાલની આંખો લીના ને સુશીલા વચ્ચે દષ્ટિદોરના વાણાતાણા નાખતી હતી. આખરે સુશીલાએ લીનાને જ પૂછ્યું : "એમને હવે કેમ છે?"

"લુક - દેખો, આજ તો એક હપતા હો ગયા. પીછે શાહજાદી પૂછતી હૈ કિ કૈસા હૈ?" લીનાએ હજુય વક્રભાવ ચાલુ રાખ્યો. "પહેલે તુમ મુઝે બતલાવ, તુમને ક્યા બાત કહ કર ઇનકો ઇતના 'નર્વસ' કીયા?"

"કશું જ નહીં . મેં એની સાથે વાત જ નથી કરી."

"ઇઝ ઇટ ટ્રુ, સ્માર્ટી ! - સાચું કહે છે એ?"

સુખલાલે સ્મિત-નમણું દુર્બલ મોં આસ્તે રહીને હલાવ્યું.

"તુમારી સેઠાની દિખતી હે, નેઈ?"

સુખલાલે શું કહેવું તેની સુખદુઃખમય મનોમૂંઝવણમાં હા પાડી.

"તુમ લોક," એમ બોલતી લીના સુશીલા તરફ ફરી. " અપને નોકરોં કો ક્યા ગધ્ધા સમજ કર ઇતની મઝદૂરી ખિંચવાતે હો? ઔર પિછે દવાખાનેમેં છોડકર સબ મામલા ખતમ સમઝ લેતે હો ! ઇસકે સ્પંજિંગ કે વાસ્તે કોલન વૉટર ઔર પાઉડરકી ડબી ભી નહીં દે ગયા ! મેં અપને ઘરસે લાઈ હૂં, દેખો ! કિતની હાઈ ક્વૉલિટી !" એમ કહેતાં કહેતાં એણે ટેબલનું બારણું ખોલીને એ વસ્તુઓ બતાવી.

"લી...ના..." એવો હેડ મેટ્રનનો સંગીતમય સાદ સાંભળતાં " યે...સ... મેટ્રન" કરતી લીના ત્યાંથી "સ્માર્ટી ચૂપ !" કહેતી, નાકે આંગળી મૂકતી દોડી ગઈ, ત્યારે એનાં મૂંગા બૂટ જાણે પહાડોના બરફશૃંગો પર છંદબદ્ધ છટાથી લસરતાં ગયાં ને એનાં સફેદ મોજાં હેઠળથી ઊપસેલી કોઈ સંઘેડિયાએ ઉતારેલા હોય એવી તેવા પગની - પિંડીઓ ઊછળતી ઊછળતી એના ઘૂંટણ સુધીના ફરાકની કિનારને પણ ઊછાળતી ગઈ.

"રોઈ શા માટે પડ્યા?" એટલું સુશીલાએ ઝટપટ ઉતાવળ કરીને સુખલાલને પૂછી લીધું.

તેનો પ્રત્યુત્તર દરદી આપી શકે તે પહેલાં તો સુશીલાને કશીક