પૃષ્ઠ:Vevishal.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીધા, " મારજો, વઢજો, મને ચાર દિવસ ભૂખી રહેવા કહેજો - હું કરીશ. તમે એકલાં મને જે કરવું હોય તે કરજો, ભાભુ ! પણ..." સુશીલા અટકી ગઈ એનો કંઠ રૂંધાઈ ગયો.

"કેમ ચૂપ થઈ ગઈ?" ભાભુએ પૂછ્યું. સુશીલા ન બોલી, થોડી વરે ભાહુએ પોતાના પગ પર ગરમ ટપકેલાં અનુભવ્યાં.

માળા ફેરવીને પૂરી કરીને ભાભુએ માળા હાથીદાંતની મોતીજડિત દાબડીમાં નાખી, અને પછી સુશીલાની પીઠ પર હાથ પસવાર્યો. સુશીલાનું લોહી ગરમ જણાયું. કપાળ પર અડકવા ગયેલો હાથ પણ એ જ સંદેશો લાવ્યો. એણે સુશીલાને ધીરેથી ઢંઢોળીને પૂછ્યું : " શું કહેતી કહેતી રહી ગઈ? મારામાં ભરોસો રાખ. હું તને દગો નહીં દ‌ઉં, સુશીલા. મારું ભલે ચાય તે થાવ."

પાંત્રીસેક વર્ષની આ સંતાન વિહોણી ભદ્રિક પ્રૌઢા વીશ વર્ષની સુશીલાને ગોદમાં લેતી લેતી આ શબ્દો જ્યારે બોલતી ત્યારે સુશીલાની સમવયસ્ક સહિયર સમાણી લાગી. માળાને મોતી જડિત ડાબલીમાં મૂકી દેવાની જોડાજોડ આ ભદ્રાએ પોતાનું મુરબ્બીપણું પણ કેમ જાણે અળગું કરી નાખ્યું હોય એવી એ રહસ્ય-સખી બની. એણે સુશીલાને ફરી વાર કહ્યું:

"જ્યાં સુધી કોઈ ફોડામાં પગ પડી ન ગયો હોય ત્યાં સુધી ગભરાવું નહીં; બે'ન ! લાચાર તો આપણે અસ્ત્રીની જાત ત્યારે જ બનીએ, જ્યારે પગ પાછો નીકળી જ ન શકે તેવું હોય."

"એવું કાંઈ જ નથી, ભાભુ!"

"ત્યારે શું છે? એવડી બધી શી વાત છે?"

"તમને અણગમતી વાત નાની હોય તોય મારા મનથી મોટી ખરીને?"

"હવે ઝાજું મોંણ ઘાલ મા ને, ડાહીલી!"

"ભાભુ, હું આજ ઇસ્પિતાલે ગઈ'તી"

"ઓય મારા બાપ !" ભાભુએ સુશીલાના બરડામાં લચકાતા