પૃષ્ઠ:Vevishal.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જગ્યા મેળવી દેનાર એ 'ગુંડાકા બાપ' તરીકે પ્રખ્યાત હતો. એની કેળવણી, એના સંસ્કાર, એની તોછડાઈ ને એની રખાવટ ન્યારાં જ હતાં.

દાક્તર જુવાન જવા ઊભા થયા.

"જવાય છે જવાય છે હવે, મારા ભાઈ!" કહી એણે દાક્તરને પોતાની બાથમાં લઈ પાછો બેસાર્યો. તરત જ ચાના પ્યાલા, ખાજલી ને ભજિયાંની થાલીઓ બાજુની ઓરડીમાંથી ત્યાં હાજર થયાં. દાક્તરને એણે સારામાં સારો કપ લઈને પીરસ્યો. તે પછી એકાદ કલાક ગુજર્યો, પણ દાક્તરના ગ્રહસંસારની કઠણાઈ પર ન એણે પોતે શબ્દ ઉચ્ચાર્યો કે ન વીશમાંથી એકેએ કોઈએ અદબ ઉથાપી.

રાતે સૌ વીખરાયા ત્યારે પ્રત્યેક જુવાનને રજા આપતાં આપતાં ખુશાલે જુદા જુદા પ્રશ્નો કર્યા:

"કાં ઓતાભાઈ, નોકરી ફાવે છે ને? શેઠને કાંઈ કહેવું હોય તો કહું."

"કાં ટપુભાઈ, વહુને કેમ છે હવે? દાક્તર દેશમુખની પાસે લઈ જવાં છે? હું તજવીજ કરું."

"કાં ભના, ખબરદાર જો વહુની સુવાવડ આંહીં કરાવી છે તો. મોકલી દે ઝટ એને પિયર. આંહીંની ઇસ્પિતાલોમાં તારા-મારા જેવાનું કામ નહીં."

"આવજે, ભાઈ લઘરા, માને ખરચી બરાબર મોકલછ ને ભાઈ? ડોશીને પારકી ઓશિયાળ ભોગવવા ન દેતો, હો બાપા!"

"કાં મોના, તારી બે'નનું પછી શું ઠર્યું? બાલાપરવાળો તારાચંદ બહુ લાયક છોકરો છે, ભાઈ! પછે તો તારે એલ. એલ. બી. છોલેલ બી ગોતવા હોય તો આ પડી મુંબઈ ! માંડ્ય બોરડિંગુમાં આંટા મારવા. ભલે ખાટે બાપડી ટ્રામ કંપની."

"ઓધવજી, ઓલ્યા ઓટીવાળ ધીરુને કોક સમજાવો, નીકર હું એને જુગાર ખેલતો પકડાવીશ. આપણું કાઠીયાવાડીઓનું નામ ચોરી, જુગારી કે લબાડી એ ત્રણ વાતે જો કોઈ બગાડશે તો હું એના હોશ