પૃષ્ઠ:Vevishal.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરાવો!"

સુખલાલના કંઠમાં કઈ જાતનો કચવાટ હતો? લીનાઅ પર દાઝ હતી? કે લીના ફરી એક વાર મળવાની છૂપી ઝંખના હતી?

ખુશાલે કહ્યું : "આ નરસ તે કોણ છે નવીનવાઈની? દાક્તરો કરતાં વધુ ડાહીલી કોણ નીકળી છે આ ! હાલો, હું આવું એની પાસે. મને સમજી લેવા દ્યો, આવી ભડક વળગાડવામાં એને શો સવારથ છે."

બાપાએ કહ્યું, "હાલો, મારેય ત્યાં આંટો જવું છે." એને એનું વચન પાળવું હતું.

ત્રણે જણા ગાડી કરી હૉસ્પિટલ પર ગયા. લીના ત્યાં નહોતી. મહેતરાણીઓ અને વૉર્ડબૉયને મળ્યા, ખબર મળ્યા કે લીનાબાઈને તાવ ચડ્યો છે, એ નોકરી પર હાજર નથી થઈ શક્યાં. દરવાને સુખલાલને આગલા દિવસના સમાચાર આપ્યા : કોઈ બે બાઈઓ મોટર લઈને તમારી ખબર કાઢવા આવી હતી; તમારો પત્તો માગતી હતી; એક બાઈ જુવાન ને શામળી હતી, જે અગાઉ એકવાર આવેલી, ને બીજી બાઈ મોટી ઉમ્મરની હતી; ગૌર વર્ણ હતો; આંહીં સૌને જબરદસ્તીથી રૂપિયા પાંચની બક્ષિસ વહેંચતી ગઈ; લીના બાઈએ રૂપિયા હાથમાં પણ ન ઝાલ્યા વગેરે વગેરે.

સુખલાલે અને પિતાએ પરસ્પર નજરો નોંધી. પિતા-પુત્રની શાંત આંખો વચ્ચે ખૂલતા દોર પર બે સ્ત્રીઓ હીંચકા ખાઈ રહી હતી. સામ સામા પૂછવાની જરૂર નહોતી; બંને સમજી ગયા કે કોણ હશે. એ સહેલી સમજણનું કારણ હતું. પુત્રના બિછાના પાસે રાત દિવસ બેસીને બાપે કેટલાક પ્રશ્નો પૂછી લીધા હતા. તેના પુત્રે દીધેલ જવાબોમાં કોમળ ખંકાર હતા. સુખલાલે જે ભાંગી તૂટી વાર કરી હતી, તેના ચોસલાં બંધબેસતાં કરીને બાપે અનુમાન બાંધ્યું હતું કે સુશીલા દવાખાને આવી ગઈ હતી; સુશીલા વિશેની વધુ પૂછપરછ જ્યારે જ્યારે કરેલી ત્યારે ત્યારે બાપે પુત્રના શરમથી મૂંગા રહેલા ચહેરા પર પણ સળવળતી પ્રેમ-વાણી, આશીની ને ઉમેદોની વાણી, ભીની ભીની દિલસોજીની વાણી