પૃષ્ઠ:Vevishal.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભોથું થોડું છે, કે એને એકેય ભણતર નહીં આવડે?"

"વીમો ખેડવા હું તૈયાર નથી. એક વરસનું રોકાણ થવાથી પણ મારે મારા સારામાં સારા ચાન્સ જતા કરવા પડશે."

"ચાન્સ જતા કરો છો એ હું જાણું છું - હૂં બેવકૂફ નથી. પણ મારે તો પછી બીજું કોણ છે? આ બધું તમે જ ચલાવજો ને ! તમને હું જાપાન, અમેરિકા જ્યાં કહો ત્યાં જવાના ચાન્સ આપું. ચાન્સ તો મારા ગૂંજામાં જોઈએ તેટલા છે. માટે કોઈ રીતે માની જાવ. હું આઠ દિવસમાં લગન ઉકેલી દેવા તૈયાર છું."

"એમ તો કેમ બને ? પૂરેપૂરી ચોક્સી કર્યા વગર આજનો જુવાન તો કેમ જ ઝંપલાવી પડે!"

"પણ ચોક્સી જે કરવી હોય તે કરાવી આપું; તને એની ચાતુરી ને હુંશિયારી તો જુવો."

"એમ કરશો?" વિજયચંદ્રે એક નવો માર્ગ સૂચવ્યો, "મારાં એક મિત્રપત્ની છે, એ એમની પાસે બેક મહિના રહેવા આપશો? એની પરીક્ષામાં પાર ઊતરે તો હું વિચારું."

સુશીલાના હૃદય પર આ શબ્દો પડ્યા. તે પછી એ વધુ સાંભળી શકી નહીં. બંગલીના દાદર પાસે એ ઊભી હતી. બેસી જવા માગતા દેહને એણે દાદરનો ટેકો દીધો.

15

ભાભુનું ગુપ્ત ક્રંદન

બંગલીનો વાર્તાલાપ વધુ સાંભળવાની હિંમત હારી જઇને સુશીલા ત્યાંથી સરી ગઈ. એના કાને ભાભુ અને સસરા વચ્ચેની વાતચીતના શબ્દો પડ્યાઃ