પૃષ્ઠ:Videhi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય ચાથું [ એક ઘર, જેમાં પિતા છે, માતા છે, પત્ની છે અને નાની બહેન છે. યુવક ધીમેા ધીમે, દ્વાર ખેાલી, ભયત્રસ્ત ભાગ સરખા પ્રવેશ કરે છે. ] બહેન : મા, મા ! બાપુજી! બારણા પાછળ ભાઈનું મુખ દેખાયું | ભાઈ ! ભાઈ ! આવ્યા તું? [ ભાઈને વળગી પડે છે, અને પિતા પાસે ખેંચી લઈ જાય છે. ] યુવક : પિતાજી! પગે પડુ. છું પિતા : મારા પગ અપવિત્ર ન કરીશ. શુ’ માં લઈને તું મારી પાસે આવે છે ? ગુના કરી, કેદ ભાગવી... યુવક : પિતાજી ! મારા એક જ દોષ : ગુના કરી. પકડાયો ! મારી સાથે એ જ ગુના કરનાર મારા ભાગીદાર પકડાયે નહિ. એ આજ મ્યાના-પાલખીમાં ફરે છે...હુ" તે સ્વપ્ન રચતા હતા કે મારા પિતાજીને હુ" પહેલી તકે પાલખીમાં બેસાડુ ...... પિતા : તે” કુમાં જઈ મને બરાબર પાલખીમાં બેસાડયો...તારી માને મળ, મારે તારું આ મુખ જેવુ નથી. [ જાય છે. ] મુવક : મા! પગે લાગું છુ મા : પેટ પથ્થર પડયો, મુઆ ! યુવક : મા ! ન્યાયાધીશ પાસે કહ્યું હતું અને તને પણ કહું છું