પૃષ્ઠ:Videhi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૧૭
 

શ્રાવણી : ૧૭ યુવક : મને શકુન કરાવે છે તું? બહેન : નહિ તે ભાઈ ! તને શકુન પણ કરાવું અને તારાં દુઃખડાં પણ લઉં !...શું શું દુઃખ નહિ પડયુ હેાય...બધી અલા બલા તારે માથેથી ઊતરા ! અને પ્રભુ તને સે। વરસના કરા- ...મારા ભાઈ... [ આંખમાં આંસુ આવે છે. ] યુવક : બહેન ! મારે માટે આંસુ પાડનાર તું એકલી જ નીકળી | ...વારુ. પણ તું જાણે છે ને કે હુ' એક ગુનેગાર છું? બહેન : જેના ગુનેગાર હે। તેના, મારે શું? મારે તે તું મારા ભાઈ છે...ભાઈ શબ્દ ઉચ્ચાર્યા વગર તે મારી જીભ સૂની પડી ગઈ છે...મારા ભાઈ !...ચાલ, દૂધ પી લે. ભાવ્યું ને ? 13 [ દૂધ પીએ છે. ] યુવક : હા, બહેન ! તારા હાથનુ તેા પાણી પણ દૂધ બની જાય એમ છે...હવે હુ" … ? બહેન : જઉ ? કાં ? હુ* જવા દઈશ ને? યુવક : પિતાજી મારું મુખ જેવા નથી ચાહતા ! બહેન : તુ જાણે છે ને, ભાઈ! કે એમને ગુસ્સે। એક ઘડી પણ પહોંચતા નથી ? યુવક : મા મારાથી શરમાય છે ! બહેન ! તને ખબર નથી; તારા માટે તે કસાર કરવાનું માએ મને કચારનું કહ્યું છે. યુવક : જુઠ્ઠી ! બહેન ! હુ” કાઈને પણ ગમતા નથી; તારી ભાભીને પણ નહિ ! બહેન : તે બરાબર છે ! ભાભીને તું શી રીતે ગમે? આવે કપડે? —જો, મેં તારાં કપડાં ધાઈ ગડી ફરી એવાં મૂકી રાખ્યાં