પૃષ્ઠ:Videhi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરી : [હિંદમાતાની મૂર્તિ સામે એક કિશેારી ગાતી પ્રવેશ કરે છે. પાછળ તેની સખી સેવિકા આવે છે. ] સુહાસિનીમ્ સુમધુર ભાષિણીમ્... મા ” કેમ મુખ હસતું નથી ? કે મને ભ્રમ થયા છે? સુહાસિનીમ સુમધુર ભાષિણીમ... મા ! આજના દિનેતા તારે બંકીમવાણી સાથે કરવી જોઈએ. તેને બદલે આવું વિષાદમય મુખ ? સેવિકા : આજે જે હસે નહિ તે હિંદી નહિ ! કિશોરી : હિંદુમાતા પણ હિંદી નહિ, એમ ! જો એ ન હસે તા? સેવિકા : જરૂર નહિ; હિંદમાતા પણ આજ ન હુસે તે સાચી હિંદમાતા નહિ ! હિંદમાતા : હું સાચી હિંદમાતા છું. મને સમજાવશે! કે મારે શા માટે આજ હસતું મુખ રાખવું ? કિશોરી : મા ! જો, જો, એ આજના દિન છે કે જે દિને અમે તારી મુક્તિ સાધી... સેવિકા : તને સ્વતંત્ર બનાવી...

કિશોરી : મા ! તારા સ્વાતંત્ર્યના જન્મદિન આજ અમે ઉજવીએ છીએ...તું સ્વતંત્ર એટલે અમે પણ... હિંદમાતા : મુક્તિ ! સ્વાતંત્ર્ય ! સ્વાતંત્ર્યના જન્મદિન ! ઉજવણી .. પેલી દુકાને ઉભેલા ટાળાને પૂછો કે મારી મુક્તિથી એમને એકાદ રોટલી વધારે મળી ખરી ? અરે, વધારે નાહતા વખા સર મળી ખરી ? પેલા ચીથરેહાલફરતા મઝદૂરની પાસેથી