પૃષ્ઠ:Videhi.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮વિદેહી:
 

૨૮ : વિદેહી રામદાસ : ભલે; પણ તેમાં અહી' શું છે ? શિવાજી : ગુરુદેવ । આ રાજદંડ અને આરાજમુગટ | આને ચરણે ધરું છું. [બન્ને પગ આગળ મૂ છે. ] રામદાસ : અરે, ઘેલા ! આ શું ? તારા ભુજબળથી તે હિંદુપદ- પાદશાહી મેળવી, અને તું જ ભાગવ શિવાજી : મારા ભુજબળ કરતાં આપના આશિષનું બળ વધારે છે. મારા સ’કલ્પ છે કે મારે ગુરુચરણે રાજપાટ ધરી દેવાં| રામદાસ : ( હસીને ) હુ સંન્યાસી ! જેનાથી એક કણ પણ સંગ્રહ ન થાય, એ રાજપાટ કેમ લઈ શકે ? શા માટે લઈ શકે ? શિવાજી ! શક્તિ ઘટી કે શું ? - શિવાજી : સમર્થ રામદાસના હાથ જેના શિર પર હૈાય એની શક્તિ કદી ધટે જ નહિ. હજી આખી પૃથ્વીને જીતી આપનાં ચરણામાં લાવી મૂકું એવી તાકાત ધરાવુ છુ, પણ...તે આપને ચરણે ધરવા માટે ! રામદાસ : વારુ, શિવાજી ! આપણે આખી પૃથ્વી ન જોઈએ ! જેટલું મળ્યું એટલુ’ બસ. હે ? અને, હવે...આ રાજમુગટ મારા અન્યા, ખરું ? [ હાથમાં રાજમુગટ લઈ હસે છે. ] શિવાજી : જરૂર, ગુરુદેવ ! રામદાસ : અને આ રાજદંડ પણ તેં મને સોંપ્યા. ખરુ' ? [ રાજદંડ હાથમાં લે છે. ] શિવાજી : સદા ય આપને સાંપ્યા, હવે આજ્ઞા ? રામદાસ : શિવાજી ! જરા પાસે આવ, મારે આજ્ઞા કરી છે. મુગટ અને દંડ સાથે આજ્ઞા કરી શકાય ને ? શિવાજી : મારુ મસ્તક આપને ચરણે છે. આજ્ઞા......