પૃષ્ઠ:Videhi.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬:વિદેહી
 

૮૬ : વિદેહી ન હેાઉં એમ લાગે છે. હુયે પ્રભુ સાથે સૂરતા સાધી છે. કથાના શબ્દે શબ્દ કૃષ્ણખસી જેમ સભળાયા જ કરે છે. શાક, રાગ, દ્વેષ કયાંય ડૂબી અદશ્ય થઈ ગયાં છે. મને કાંઈ જ ઈચ્છા નથી. ઇચ્છા હાય તા ય એટલી જ કે ભાવથી શ્રવણે નિર્માળ બનાવેલા મારા હૃદયમાં અત્યારના સરખા જ પ્રભુપ્રેમ જાગ્રત રહે ! શુકદેવ : હૃદય તા રાજન ! પ્રભુમય બની ગયું. છે, પરંતુ હૃદયનું વેજન રહ્યું છે. એ તા જાણે છે ને? પરીક્ષિત : હૃદયનું વેષ્ટન ? કાંઈ દેખાતુ નથી. ાય તા ય...ચારે પાસ પ્રભુથી ઝબકાળાયેલુ છે. હૃદયને વૈજન હાય તા ય ત પ્રભુનું જ ! શુકદેવ : ( સહજ સ્મિત સહુ ) દેહને શું ભૂલી ગયા, રાજન્ ? હૃદયની આસપાસ હજી દેહ વીટળાયેલેા છે. નહિં ? પરીક્ષિત : અરે હા! એ તા હું ભૂલી ગયા...પરંતુ ગુરા ! એ હેાય તો ય મને લાગતા નથી. દેહનાં અણુ અણુ ચાળણી બની ગયાં છે. વ્યાપક વિશ્વભર એ દેહની પાળ તાડી વહી રહ્યો છે...મારા દેહ છે ખરા ? કયાં છે? શુકદેવ : રાજન ! દેહ હજી છે એની હું આપને યાદ અપાવું... સાથે સાથે બીજી પણ એક મહત્ત્વની યાદ અપાવું? પરીક્ષિત : યાદ અપાવેન અપાવા, સરખું જ છે. છતાં આપ યાદ અપાવશેા એ મહત્ત્વની જ હશે. જોકે પ્રભુની યાદ અપાવ્યા પછી કાંઈ બાકી રહેતું હેાય એમ મને લાગતું નથી. શુકદેવ : ભાગવતના સાયામાં સાચે। શ્રોતા મને કાઈ મળ્યા હોય તા, મહારાજ, આપ જ છેા. પરંતુ આપે ભાગવત કેમ સાંભળ્યું પરીક્ષિત : અરે હા ! મારે સાત દિનમાં પ્રભુદન કરવાં હતાં મને તાલાવેલી લાગી હતી. એ તાલાવેલી ફળી...હુ’ પ્રભુમયતા અનુભવું છું...પ્રભુનુ’ સાન્નિધ્ય કહે !