પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
રતિનાથની રંગભૂમિ


અનંગભદ્રા અને મારો આટલો વાર્તાલાપ ચાલ્યો એટલામાં રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા, એટલે મેં અનંગભદ્રાને કહ્યું કે;- "હવે અરુણેાદયનો સમય થવા આવ્યો છે એટલે તમે પોતાને ઘેર જાઓ, તો સારું અને હવે પછી આવા રાત્રિના સમયમાં કદાપિ મારે ત્યાં આવશો નહિ. શ્વશુર પક્ષ અને પિતૃ પક્ષના લોકોની ઇચ્છા પ્રમાણે વર્તી સદાચારથી ચાલશો, તો જ તમારું કલ્યાણ થશે, કદાપિ કોઈની જોડે વૈર બાંધશો નહિ અને ઇશ્વરથી ડરીને ચાલજો. આ દુષ્ટ મદન- રિપુનો જરા પણ આદરસત્કાર ન કરશો અને મારા ઉપદેશનું નિરંતર સ્મરણ કર્યા કરજો.” એમ કહીને અનંગભદ્રાને મેં જવાની પ્રાર્થાના કરી. મારૂં આ ભાષણ સાંભળી તે નમ્રતાથી કહેવા લાગી કે;-"દાકટર સાહેબ! અત્યારે એકલાં જવાની મારી છાતી થતી નથી, એટલા માટે આપ મારી સાથે આવી મને ઘર સુધી પહોંચાડી જશો તો આપનો મોટો ઉપકાર થશે; કારણ કે, જો હું એકલી જઈશ અને માર્ગમાં મને કોઈ મારાં વિશિષ્ટ લક્ષણોથી સ્ત્રી તરીકે ઓળખી લેશે, તો આ મુસલમાનોનું રાજ્ય હોવાથી કોઈ મુસલમાન મારી આબરૂના કાંકરા કરી નાખશે.”

તેની આ ભીતિ યથાર્થ હોવાથી મેં મારી ગાડી જોડાવી અને તેમાં તેને બેસાડી ઠેઠ તેના ઘર આગળ તેને હું મૂકી આવ્યો. હું ત્યાંથી પાછો ફર્યો એટલામાં દિવસ ઊગવાને વખત થઈ ગયો. ત્યાર પછી ઘેર આવી નિત્ય કર્મથી મુક્ત થઈ અમીર સાહેબની સલામે જઈ આવ્યો અને ત્યાર પછી કેટલાક રોગીઓની પ્રકૃતિ જોઈ લગભગ દશ વાગે ઘેર આવી લાગ્યો. બીજે દિવસે દોઢ પ્રહર રાત જતાં પુનઃ પુરુષવેશમાં અનંગભદ્રા મારે ઘેર આવી અને કુરસી પર બેસી થોડી વાર વિશ્રાંતિ લીધા પછી તેણે મને મારી મધુર નિદ્રામાંથી જાગૃત કર્યો, જાગૃત થઈ તેને જોતાં જ મહા કોપથી હું કહેવા લાગ્યો કે:- અનંગભદ્રા ! ગઈ રાત્રે મેં તમને જે આટલો ઉપદેશ આપ્યો, તે સર્વ વ્યર્થ ગયો, એટલે એથી જણાય છે કે, તમે સદ્બોધને પાત્ર નથી. તમારાં આવાં આચરણોથી મને તો એમજ ભાસે છે કે, તમારા પર