પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
ગુણવાન્ શ્વાનની વાર્ત્તા


તેની આવી ધીટતાને જોઈને શેઠાણીએ કૂતરાને બહાર હાંકી કાઢ્યો અને પોતાના નોકરોને હુકમ આપી દીધો કે;–“જો આ શ્વાન પાછો ઘરમાં આવે, તો એને જીવતો જવા દેશો નહિ, પણ મારી જ નાખજો !” એ પછી તે શ્વાન આખો દિવસ ગામમાં ભટકી ઉદરપોષણ કરી રાતે આવીને યમુનાદાસના ઘરની ચોકી કર્યા કરતો હતો. એવી રીતે કેટલાક દિવસ વીતી જવા પછી યમુનાદાસ પરદેશથી પાછો ઘેર આવ્યો. તે ઘેર પહોંચે તે પહેલાં જ શ્વાન માર્ગમાં જ તેને મળ્યો અને તેના પગમાં લેટી પૂંછડું હીલવીને તે શેઠના પગ ચાટવા લાગ્યો તેમજ ચત્તો પડીને પોતાનું પાતાળમાં પેઠેલું પેટ પણ તેને બતાવવા લાગ્યો. તે શેઠની સાથે તે દિવસે ઘરમાં પાછો આવ્યો. શ્વાનને જોઈને શેઠાણી શેઠને કહેવા લાગી કે;-“તમારા જવા પછી દિવસની વેળાએ આ કૂતરાને આજે જ મેં પહેલીવાર જોયો છે. રોજ રાત્રિના સમયે આ કૂતરો ગામનાં બીજાં કૂતરાંને ભેગાં કરી ઘરમાંની વસ્તુઓનો નાશ કરી નાખતો હતો, બીજાનાં ઘરોમાં ઘુસી જતો હતો અને લોકોનો કકળાટ રોજ મારે સાંભળવો પડતો હતો. આ કૂતરાએ મને એવો અને એટલો બધો કંટાળો આપ્યો છે કે, જો તમને મારો ખપ હોય તો આને અત્યારે ને અત્યારે જ જીવથી મારી નાખો, કારણ કે, એનો જૂનો ધણી આવીને હવે એને છોડવી જાય, એવો સંભવ જણાતો નથી.” શેઠાણીએ તો પતિને આવી રીતે ભમાવ્યો, પણ શ્વાને જ્યાં શેઠાણીએ પોતાના જારના શબને દાટ્યું હતું તે સ્થાન પ્રતિ વારંવાર દોડાદોડ કરવા માંડી અને શેઠને વારંવાર તે તરફ ખેંચવા લાગ્યો. તેની આ ચેષ્ટાને જોઈ માણસોને બોલાવી તે જગ્યા યમુનાદાસે ખેદાવતાં તેમાંથી એક પુરુષની લાશ નીકળી આવી. શક પડવાથી તેણે પોતાની સ્ત્રી તથા ઘરનાં બીજા માણસોને બાંધીને ચાબુકનો માર માર્યો એટલે એક દાસીએ શેઠને બનેલી બધી બીના જણાવી દીધી અને શેઠાણીએ પણ પોતાના અપરાધનો મુક્ત કંઠે સ્વીકાર કરી લીધો. યમુનાદાસના ક્રોધ સીમાને ઉલ્લંઘી જતાં તેણે પોતાની સ્ત્રીને ખીલાવાળા પીપમાં નાખીને એક પર્વત પરથી નીચેની ઊંડી ખીણમાં ગબડાવી દીધી અને