પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
૮૭
પોપટની વાર્ત્તા

એક દિવસ તેનું પાંજરું દેવડીએ ટાંગેલું હતું અને પાસે જ એક વડનું ઝાડ હતું. તે વૃક્ષપર સાયંકાળે કેટલાક પોપટ આવીને બેઠા અને તેઓ તે પાંજરામાંના પોપટને જોઈને કહેવા લાગ્યા કે;“સમુદ્રપારના બેટમાં આપણા રાજાનાં લગ્ન છે, એટલે તારે પણ ત્યાં આવવું જોઈએ.” તે પોપટે રાત્રે વાર્તા સંભળાવીને રાજાને પ્રસન્ન કર્યો અને તેની પાસેથી બે માસની રજા લઈને તે પેલા બેટમાં ગયો. ત્યાંનો લગ્નસમારંભ આટોપાઈ ગયા પછી પાછા ફરતી વેળાએ રાજા માટે તે એક અમૃતફળ ત્યાંથી લાવ્યો, રાજા પાસે આવી ત્યાનો સંપૂર્ણ વૃત્તાંત જણાવી તેણે કહ્યું કે: “હું બહુ દૂરથી આ અમૃતફળ આપને માટે લઈ આવ્યો છું, માટે એનું આપ પોતે જ ભક્ષણ કરો !” પરંતુ રાજાને તેના વચનમાં વિશ્વાસ ન બંધાયાથી તે ફળ તેણે ગોખલામાં મૂકી દીધું. કર્મધર્મસંયોગે રાત્રિના સમયે તે સ્થળે એક કાળો નાગ આવ્યો અને તે એ અમૃતફળમાંના અમૃતનું શોષણ કરી તેના સ્થળે તેમાં વિષ રેડી ગયો. પ્રાતઃકાળ થતાંજ રાજાએ પોતાના એક પ્રિય સેવકને તેમાંનું અડધું ફળ ખવડાવ્યું અને તે ખાતાંની સાથેજ ઉલ્ટી કરીને તે સેવક તત્કાળ મરી ગયો, આ બનાવને જોઈને રાજાને લાગ્યું કે;-“પોપટ આ વિષફળ ખાસ મને મારી નાંખવાને માટે જ લઈ આવ્યો હતો, પણ મારાં મોટાં ભાગ્ય કે મેં તે ખાધું નહિ અને બચી ગયો !” ક્રોધના આવેશમાં તેણે પોપટને પકડીને તરત મારી નાખ્યો અને એક સેવકને બોલાવીને કહ્યું કે; -“આ વિષફળને ગામ બહાર લઈ જઈને જમીનમાં દાટી દ્યો !” સેવકે રાજાની આજ્ઞા પ્રમાણે એક નિર્જન સ્થાનમાં તે ફળ દાટી દીધું. કેટલાક દિવસ પછી તે ફળમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું અને તેમાં ઉત્તમ ફળો આવીને પાકવા પણ લાગ્યાં, પણ લોકોમાં એ વૃક્ષ વિશે એવો ભય વ્યાપી ગયો હતો કે, “એ ફળને જે ખાશે તે અવશ્ય મરી જ જશે!” તેથી એના ફળને કોઈ હસ્તસ્પર્શ પણ કરતું નહોતું, એવામાં બનાવ એવો બન્યો કે, એક વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધ પુરુષ પોતાનો પુત્ર કૃતજ્ઞ નીકળવાથી અને તેથી