પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
ચપલા ચરિત્ર ચંદ્રિકા

તે ખાવાને રોટલો ન આપતો હોવાથી જીવનનો કંટાળો આવતાં મરી જવાનો વિચાર કરીને ત્યાં આવ્યાં અને બંનેએ તે વૃક્ષનાં ફળો ખાધાં. પણ એથી મરવાને બદલે તેઓ તરુણ અને સ્વરૂપસુંદર થઈને પાછાં પોતાને ઘેર આવ્યાં, જેમણે આ બનાવ પ્રત્યક્ષ જોયો હતો તેમણે દોડતા જઈને આ સમાચાર રાજદરબારમાં રાજાને પહોંચાડ્યા. રાજાએ તત્કાળ ત્યાં આવી તેમાંનું એક ફળ એક રોગિષ્ટ મનુષ્યને આપ્યું અને તે ફળ ભક્ષતાં જ તેના રોગનો લોપ થઈ તેને દિવ્ય દેહ પ્રાપ્ત થયો. રાજાને આવો શાક્ષાત્કાર થવાથી તે પોતાના પ્રજ્ઞ પોપટને મારી નાખવા માટે મહા શોક કરવા લાગ્યો. પણ એ શોકનો શા ઉપયેાગ વારૂ ?

એ જ પ્રમાણે હે સુંદરી ! તું પણ પશ્ચાતાપ પામીને મારા માટે શોક કરીશ અને છેવટે મારા જીવના બદલામાં રાજા તારો જીવ પણ લેશે. એટલા માટે કૃપા કરીને “મને છોડી દે - તું પણ જીવ અને મને પણ જીવવા દે !” પરંતુ એ ઉપદેશને ધ્યાનમાં ન લેતાં વેશ્યા તેને મારવા માટે ઉઠી, એટલે વળી પાછો રાજકુમાર કહેવા લાગ્યો કે;- 'રમણી ! હજી થોડીક રાત બાકી છે, માટે એક કથા હજી પણ સાંભળી લે અને ત્યાર પછી જે કરવાનું હોય તે કરજે.' મદનમોહિનીએ આજ્ઞા આપવાથી તે નીચેની કથા સંભળાવવા લાગ્યો–


રાજાનો વિશ્વાસ કરવો નહિ

પૂર્વે હસ્તિનાપુર નગરીમાં બલભીમ રાજા રાજ્ય કરતો હતો અને તેનો એક પુત્ર હતો કે જે મહાબલીના નામથી એાળખાતો હતો, એ રાજકુમાર જે શાળામાં ભણતો હતો તે જ શાળામાં એક શાહુકારનો ઝવેરચંદ નામનો છોકરો પણ ભણવા માટે આવતો હતો અને તેથી એ બંન્નેનો વખતના જવા સાથે અત્યંત ગાઢ મૈત્રી સંબંધ બંધાઈ ગયો. કેટલોક કાળ પછી એ બન્ને બાળકો તારૂણ્યમાં આવ્યાં તે વેળાએ રાજાનો અચાનક સ્વર્ગવાસ થઈ ગયો. રાજાનો દેહાંત થતાં સર્વસત્તાધિકારી અને પ્રજાના પ્રતિષ્ઠિત જનોની અનુમતિથી રાજકુમાર મહાબલી મુકુટ ધારીને સિંહાસને બેઠો અને દેશમાં