પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
રાજાનો વિશ્વાસ કરવો નહિ

કાર્ય કરી આવશે, તેને હું મોઢે માગ્યું ઈનામ આપીશ.” પરંતુ કોઈએ પણ એ કાર્યને પાર પાડવાની હામ ભીડી નહિં. કારણ કે, સિંહલ દ્વીપના રાજાપાસે જો કોઈ પણ તેની કન્યાનું માગું કરવાને જતું હતું, તો તેને રાજા પોતાની કન્યા પાસે મોકલતો હતો અને તે કન્યા પોતાની પાસે એક કળસૂત્રી પાનદાન હતું તે તેના હાથમાં આપીને કહેતી હતી કે;-“આમાંની પાનબીડી લઈ લ્યો !” અને તે પાનદાન હાથમાં લેતાં જ તેનું ઢાંકણું ફટાક દેતું કે ઊધડી જતું અને તેમાંનું ઝેર આંખમાં ઊડવાથી તે માણસની દૃષ્ટિ હમેશને માટે ચાલી જતી. આ ભયથી કોઈ પણ માણસ તેની પાસે જતું નહોતું. ત્યાંની આ પીડાને જોઈ ત્યાં જવાની કોઈની પણ હિંમત થતી નથી, એમ જોઈને રાજા તેના માટે અત્યંત શોક કરતો. છેવટે હૃદયની વ્યથા અસહ્ય થવાથી ખાટલામાં પડી ગયો. ધીમેધીમે તેનું શરીર એટલું સુકાયું કે સર્વ માંસનો લોપ થતાં માત્ર હાડકાંની ભારી જ બાકી રહી. એટલે પેલા અધિકારીઓ રાજા પાસે જઈને કહેવા લાગ્યા કે;– “મહારાજ ! જ્યારે આપને એ સ્ત્રી માટે આટલું બધું કષ્ટ થાય છે, તો આપનો મિત્ર અને આપણા રાજ્યનો મુખ્ય સચિવ ઝવેરચંદ મહાકુશળ પુરુષ હોવાથી તેને જ ત્યાં મોકલો એટલે તે અવશ્ય પોતાના ચાતુર્યથી એ કાર્યમાં વિજય મેળવી આવશે.” આ ઉપદેશ યોગ્ય લાગવાથી રાજાએ ઝવેરચંદને પોતા પાસે બોલાવીને કહ્યું કે;-“ મિત્ર ! મારા માટે ગમે તે જોખમ વેઠીને પણ એ સ્ત્રીને લઈ આવ, નહિ તો તેના વિરહમાં હું થોડા જ વખતમાં આ સંસારને સદાને માટે ત્યાગી જઈશ. તને આ કાર્ય માટે જેટલા દ્રવ્યની અગત્ય હોય, તે તું રાજભંડારમાંથી લઈ જા.” ઝવેરચંદે રાજાની એ ઇચ્છા જાણીને પોતાના મનમાં વિચાર કર્યો કે:-“ જે ભયથી હું પ્રારંભમાં જ પ્રધાનપદનો સ્વીકાર કરતો નહોતો, તે જ ભય અને તે જ સંકટ આજે મારાપર આવી પડ્યું છે. હવે જ્યારે સેવાનો સ્વીકાર કર્યો જ છે, તો પછી અમુક પ્રસંગે સ્વામીનું કાર્ય ન કરવું, એ તો અયોગ્ય જ કહેવાય. એકવાર મરવાનું તો અવશ્ય છે જ, તે